________________
૨૪૮ – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – – 1968 આરાધના.” પણ આજે તો જાગતાના મુખમાંથી પણ એ નથી નીકળતું. ખરેખર આ દશા ઘણી જ ભયંકર છે.
તમે જાણો છો કે “વેપારીને સ્વપ્નાં પણ વેપારમાં આવે, સ્વપ્નાંમાં પણ ઝંખના પેઢીની થાય, ઊંઘમાં પણ એ ભાવ બોલે, કાપડીઓ પાંચ ગજ અને પાંચ તસુની લવરી ઊંઘમાં કરે અને કદી ધોતિયું ફાડે પણ ખરો.' જો વેપારીની આ દશા હોય તો શ્રાવકની ધર્મની આરાધના માટે કેવી દશા હોવી જોઈએ ? હું શ્રાવક છું.' એમ કહેવું અને ઘર તથા પેઢીમાં રાચવું-નાચવું એ કેમ નભે ? હૃદયથી તો શ્રાવક, ધર્મક્રિયામાં જ રાચે અને મારો : અને સંસારક્રિયામાં, ઘરમાં અને પેઢી આદિમાં તો એ નિરસ જ હોય. શ્રાવક જિંદગીભર કદી સંસારમાં રહે એ બને પણ એને સ્વપ્નાં તો ધર્મની આરાધનાનાં અને ત્યાગ વૈરાગ્યનાં જ આવે. એ વાતો વૈરાગ્યની જ કરે. શ્રાવક ગ્રાહક સાથે વાત પણ એવી ધર્મની જ કરે, લેવડદેવડની વાતો તો કામ પૂરતો વખતે કરે, બાકી ધર્મની જ વાતો કરે કે જેથી ગ્રાહક પણ પામી જાય. આ સ્થિતિ આવે તો પરિણામ ઘણું જ સુંદર આવે.
અમે અહીં બેઠા છીએ અને તમે અહીં આવવાની ભાવનાવાળા થાઓ તો પછી એને વાંધો કેમ આવે? તમે પણ બહાર જઈને વાતો આની આ જ કરો તો વાંધો શો ? કશો જ નહિ. પણ એ દશા ત્યારે જ આવે કે જ્યારે સમ્યગ્દષ્ટિને આવવું જોઈતું સંજ્ઞીપણું આવે. એ સંજ્ઞીપણું જ આત્માને સમજાવીને પ્રભુમાર્ગમાં સ્થિર બનાવનાર છે. આથી જ હું કહું છું કે આજે પહેલામાં પહેલી જરૂર “સમ્યગ્દષ્ટિપણાને છાજતા સંજ્ઞીપણાને મેળવીને અને તે દ્વારા વસ્તુસ્વરૂપને સમજી પ્રભુમાર્ગમાં સ્થિર બનવાની છે.” સમજપૂર્વક પ્રભુમાર્ગમાં સ્થિર બનાયા તો પછી દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે જે આત્માને મૂંઝવી શકે. સ્થિરતાના અભાવે દોષોનું સામ્રાજ્ય :
પોતાને ધર્મી ગણાવતા આત્માઓ પૈકીના અનેક આત્માઓમાં, આજે સમ્યગ્દષ્ટિ આત્મામાં હોવું જોઈતું સંજ્ઞીપણું નથી : એનું જ પરિણામ છે કે સાચું હૈયામાં સ્થિર નથી થતું. આ વસ્તુ તમારા હિતની દૃષ્ટિએ જ કહેવાય છે. પ્રભુમાર્ગના જ ઉપદેશક ધર્મગુરુઓના શ્રીમુખથી સંભળાયેલી વાતો તમને સુખકર જ થવી જોઈએ. પ્રભુમાર્ગનો ઉપદેશ સાંભળીને તમારી વિષયાસક્તિ માટે તમને અહીંથી નીકળતાં, નીકળીને ઘેર જતાં રસ્તામાં, ઘરમાં પેસતાં અને મોજશોખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org