________________
1985
– ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો - 113
– ૨૪૭.
તરત છાયામાં જાય છે, જરા અવાજ થાય કે ચાલવા માંડે છે, શ્રવણેન્દ્રિય નથી છતાં પણ ભયસંજ્ઞાના યોગે ત્યાંથી ભાગે છે. એ જીવોને તો ઇંદ્રિયો પણ પૂરી નથી અને તમારે તો બધું પૂરું છે છતાં તમે દુઃખના સ્થાનમાંથી ખસતા નથી એ શું ઓછું દુઃખદ છે? એવા જીવો પણ સુખદુઃખના કારણથી બચવા પ્રયત્ન કરે તો તમારા જેવાઓની જોખમદારી કેટલી ? સામાન્ય જીવોની અપેક્ષાએ પણ તમારી જોખમદારી કેટલી છે એ સમજો તથા તમે ફરજથી કેટલા ચૂક્યા છો એનો પણ ખૂબ ખૂબ વિચાર કરો.
જોખમદારીની સમજણના અભાવે અને યોગ્ય વિચારણાના અભાવે, ક્ષણિક સુખને સારું માનીને આજુબાજુના દુઃખને પણ મૂર્ખાઓ સુખ માનવા લાગ્યા છે : એટલું જ નહિ પણ ક્ષણિક સુખને માટે ગમે તેવાં દુઃખો પણ ખમવા તૈયાર છે અને જ્ઞાનીએ કહેલ અનંત સુખ મેળવવા માટે ક્ષણિક સુખ છોડવા કે થોડું પણ સહવા તૈયાર નથી. જેમ લોભિયો, માલ લેવા બળતા મકાનમાં પેસે છે અને પોતાની ચોમેર બળતા અગ્નિને જોઈ શકતો નથી : તેવી રીતે ક્ષણિક સુખનો લોભી આત્મા, ક્ષણિક સુખોને સારાં માનવાથી વર્તમાનમાં થઈ રહેલી અને ભવિષ્યમાં થનારી દુર્દશાને જોઈ શકતો નથી. તમે સંજ્ઞી છતાં એવા બની અસંજ્ઞીપણાનું આચરણ ન કરો. “આયુષ્ય નાનું, જિંદગી થોડી અને જવાની તૈયારી.” આવી દશામાં પણ વિષયમાં ચકચૂર થાય પણ એથી કંપે નહિ એવા આત્માઓમાં એક જાતનું કારમું અસંજ્ઞીપણું જ છે એમ કહેવામાં કશી જ હરકત નથી. એવા કારમા અસંજ્ઞીપણાથી બચવા માટે, જૈનકુળમાં જન્મ લઈને સઘળી ધર્મસામગ્રી પામ્યા છો, તો એ બધું પામ્યાની જોખમદારી સમજો અને એ માટે વસ્તુ સ્વરૂપના ખૂબ જ વિચારક બનો. સમજીને માર્ગમાં સ્થિર થવાની જરૂર :
ખરેખર વિચારપૂર્વક સમજીને અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ધર્મમાં સ્થિર બનવાની જરૂર છે. માર્ગમાં સ્થિર બનવા માટે કરવા યોગ્ય શું છે? એ કરવા યોગ્યને કરવાનો વિધિ શો છો? અને કરવા યોગ્ય કરવાનું શા માટે છે ?” - આ ત્રણે વાતો જાણવાની જરૂર છે. - સાધુની માફક શ્રાવકને પણ કોઈ ઊંઘમાંય પૂછે કે “કરવા યોગ્ય શું ?' તો તે ઊંઘમાં પણ એ જ જવાબ આપે કે “તત્ત્વત્રયીની ઉપાસના અને રત્નત્રયીની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org