________________
૨૪૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
-
તેમ વિષયાસક્ત આત્માઓ, અનેકાનેક આપત્તિઓને ભોગવે તે હા અને ભોગવતાં સહન ન થાય તો રુએ તે હા પણ પોતાના પાપના સ્થાનને તજે નહિ એ નક્કી.”
ખરેખર આ પ્રભાવ વિષયાસક્તિનો જ છે. એમાં શંકાને અવકાશ નથી પણ આ દશા, પ્રભુશાસનને પામેલા વિવેકી આત્મા માટે કોઈ પણ રીતે યોગ્ય નથી.
શાસ્ત્ર મિથ્યાદૃષ્ટિને તો વસ્તુ સ્વરૂપને યથાસ્થિત જોવા જાણવાના વિષયમાં અસંશી કહ્યા છે કેમ કે એ બિચારા, વસ્તુના યથાસ્થિત સ્વરૂપને સમજતા નથી. જ્યારે સંજ્ઞી પંચેંદ્રિય એવા પણ મિથ્યાદૃષ્ટિ આત્માઓ, વસ્તુના સ્વરૂપને સમજવા માટે અસંશી છે તો પછી એકેંદ્રિય જીવો તો સમજે જ શાના ? એ બિચારા તો “સ્થાવર નામકર્મ'ના ઉદયથી ખસી જ શકતા નથી. “સ્થાવર નામકર્મના ઉદયથી એ બિચારા ન ખસી શકે પણ તમે તો ધારો તો ખસી શકો. તમે તો, વિષયના સ્વરૂપને જાણો છો, તમે તો, વિષયોને વિષ જેવા માનો છો, વિષયના વિપાકને પણ જાણો છો, પંચેંદ્રિય છો, માનવ છો, સંજ્ઞી છો, પ્રભુશાસનને પામવાથી પરમ સંજ્ઞી એટલે વસ્તુસ્વરૂપના જ્ઞાતા છો, દુઃખના સ્થાનને સમજી શકો છો; દુઃખ આવે તે પહેલાં દુઃખના સ્થાનથી, કારણથી, નિમિત્તથી ખસી શકો છો; છતાં ત્યાંથી ખસતા નથી એ ઘણું જ ભયંકર છે. આ ન બનવા જેવું અને ભયંકર પણ વિષયાસક્તિના પ્રભાવે બની રહ્યું છે. એ નિશ્ચિત છે. જોખમદારી સમજો અને વિચારો : સભા વિષયને ખોટા તો સૌ માને છે ને ?
એ જ ખૂબી છે કે ખોટા માને છતાં વળગી રહે છે. એની ખાતર અંધારી કોટડીમાં પણ ઘૂસે છે. લોભિયાઓ, બળતા મકાનમાં પણ માલ લેવા ધૂસે છે; પણ ખબર નથી કે સળગી જવાશે. તમે એવાને મૂર્ખ કહો છો તો જ્ઞાનીઓ તમને મૂર્ખ કહે એમાં વાંધો છે ? બળતા મકાનમાં માલ લેવા જનારને જેમ બહાર ઊભેલો ડાહો મૂર્ખ કહે તેમ જ્ઞાનીઓ પણ તમને મૂર્ખ કહે એમાં વાંધો છે ?
સભા: કશો જ નહિ.
આ ઉત્તરની તો ખાતરી જ હતી પણ આવા ઉત્તર આપવા અને જોખમદારી ન સમજવી કે ન વિચારવી એ કોઈપણ રીતે ઠીક નથી. વિકલૈંદ્રિયો પણ દુઃખના સ્થાનથી ભાગી સુખના સ્થાનમાં જાય છે. તડકામાં સળગી જવા માટે એ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org