________________
1887
––– ૧૯ઃ માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો - 113–– ૨૪૯
આદિ કરતાં પણ એનો ડંખ લાગવો જોઈએ. પ્રભુમાર્ગને સાંભળ્યા પછી પણ તમે નચિંત થઈને ઘેર જાઓ એ તો દુઃખકર બીના છે. કલ્યાણકર માર્ગને જાણ્યા પછી આનંદપૂર્વક ઘેર જવાનું મન થાય જ નહિ. ‘ત્યાગમાં જ સુખ છે' એમ સાંભળ્યા પછી અને જાણ્યા પછી હસતાં હસતાં અહીંથી ઉઠાય અને પ્રસન્નતાપૂર્વક ઘેર પહોંચાય એ કેમ જ બને ? “ઉત્તમ ધર્મની આરાધનાથી વંચિત રહેવામાં કેટલું નુકસાન છે' એનો ખ્યાલ આવે તો પ્રસન્નતા કેમ જ રહે ? પણ તમને તો લાખ રૂપિયા જાય ત્યાં ઉદાસીનતા થાય છે કારણ કે ત્યાં તો ખબર છે કે લાખની સાથે બંગલા બગીચા જાય છે, પણ ધર્મ જાય ત્યાં ચિંતા નથી થતી, કેમ કે ધર્મ જતાં શું શું જાય છે, તેની ખબર નથી.
સભા : સાહેબ ! આ વાત તદ્દન ખરી છે !
ખરેખર, આ જ અસંજ્ઞીપણું છે : અને એના જ યોગે તમે લોકો, દુનિયાના વ્યવહારમાં મોટા ગણાતાના વચન ઉપર જેટલું વજન રાખવા તૈયાર છો : તેટલું વજન અનંતજ્ઞાનીઓના વચન ઉપર રાખવાને તૈયાર નથી પણ તમારે, જૈનપણાને છાજતું સંજ્ઞીપણું મેળવીને વિચારવું જોઈએ કે દુનિયાના મોટા ગણાતા તો ગમે તેવા તો પણ હજી સ્વાર્થી છે, છેવટ નામના પણ ઇચ્છે : જ્યારે આ જ્ઞાનીઓ તો વીતરાગ છે, કેવળજ્ઞાન પામ્યા બાદ, વીતરાગતા પામ્યા બાદ, અનંતજ્ઞાનથી દુનિયાનું સ્વરૂપ જાણીને કેવળ પ્રાણીમાત્રના ભલા માટે જ કહે છે ત્યાં શંકા કેમ હોય ?” પણ આ વિચારના અભાવે પ્રભુમાર્ગમાં સ્થિરતા થતી નથી અને એ સ્થિરતાના અભાવે જ્ઞાનીના વચનમાં “શંકા' અને જ્ઞાનીએ ફરમાવેલા ધર્મના ફળમાં પણ સંશય કરવારૂપ વિચિકિત્સા” આ બેય મહાદૂષણોનું આજે સ્થિરતાના અભાવે સામ્રાજ્ય વ્યાપ્યું છે. દોષોના સામ્રાજ્યની અસરથી બચવું હોય તો વિવેકી બનો અને પ્રભુમાર્ગમાં સ્થિરતાને કેળવો. સ્થિરતા કેળવવા માટે નિશ્ચિત કરો કે “શ્રી અરિહંત પરમાત્માને અને એ પરમતારકની આજ્ઞામાં વિચરતા પરમર્ષિઓને, જીવાજીવાદિ નિરૂપણ કરવામાં વિશ્વમાત્રના કલ્યાણની ભાવના સિવાય અન્ય કોઈ જ હેતુ ન હતો : એ જ કારણે એ ઉપકારીઓએ, જે ફરમાવ્યું છે તે સાચું અને શંકા વિનાનું હોઈ એકાંતે ઉપકારક જ છે.” જો આ નિશ્ચય થઈ જાય તો સ્વયમેવ પ્રભુમાર્ગમાં સ્થિરતા આવે અને સ્થિરતા આવે કે તરત જ દોષોનું સામ્રાજ્ય નષ્ટભ્રષ્ટ થઈ જાય : પણ એ દશા, સમ્યગ્દષ્ટિને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org