________________
૨૫૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭
-
1998
જોઈતું સંજ્ઞીપણું આવે તો જ આવે. એવું સંજ્ઞીપણું નથી પમાયું એનો જ આ પ્રતાપ છે કે હૃદયમાં “શંકા અને વિચિકિત્સા' પછી “કાંક્ષા' આદિ બીજા : એમ દોષોનું કારમું સામ્રાજ્ય વ્યાપ્યું છે. એ જ કારણે હું કહું છું કે “વસુસ્વરૂપને સમજો અને ખોટી માન્યતાથી બચો.”
અનંતજ્ઞાનીઓના ફરમાનને અનુસરીને હું તમને સાફ સાફ શબ્દોમાં કહું છું કે “આ સંસારમાં, દુઃખના લેશ વિનાનું, પરિપૂર્ણ અને શાશ્વત સુખ નથી, નથી તે નથી જ : એવું સુખ તો એક મોક્ષમાં જ છે અને એની પ્રાપ્તિ અનંતજ્ઞાનીઓની આજ્ઞાના પાલનથી જ છે. આ વાત ગમે ત્યારે પણ કલ્યાણના અર્થીને સમજવી જ પડશે. આ વાત ગમે ત્યારે પણ કલ્યાણકામીને સમજ્યા સિવાય છૂટકો જ નથી. જે વાત, જ્યારે ત્યારે પણ સમજવાની છે તે વાતને, ‘તમે આજે જ સમજો અને પાપથી બચો' એમ હું તમને કહું છું.
સભા પણ સાહેબ ! ન સમજાય અને ન બચાય એનું શું?
આ ન સમજાય એમ કહેવું એ અસંજ્ઞીપણું છે અને ન બચાય એમ કહેવું એ આસક્તિ છે. અનંતજ્ઞાનીઓ સંસારને અસાર કહે અને તમે સારભૂત કહો એ ખરે જ અસંશીપણું છે અને પાપથી બચવા જેવું લાગે છતાં પણ ન બચાય એમ કહો એ આસક્તિ છે. એ અસંજ્ઞીપણાથી બચીને, સંસારની અસારતા સમજવા જેવી છે અને આસક્તિની સામે થઈ પાપથી બચવા જેવું છે : એ જ કારણે કહું છું કે “સમજો અને બચો.” ધર્મલેશ્યાનો નાશ અને એને અટકાવવાનો ઉપાય :
બાકી આ અસાર સંસારને સારરૂપ માની એમાં રાચવું એ ખરે જ વિષમ અસંજ્ઞીપણું છે. “સંસારમાં સુખ છે' એમ સંસારને સારરૂપ કહેનારાઓ પણ, સમજાવી શકે તેમ નથી એ નિશ્ચિત છે. સંસારને સારરૂપ માની દોડધામ કરી રહેલા અને દુનિયામાં સુખી ગણાતા શ્રીમંતો પણ પથારીમાં પડ્યા પડ્યા નિઃસાસા નાખે છે અને કપાળે હાથ મૂકે છે. એવાઓ, હૃદયમાં રહેલી અનેક મૂંઝવણોને બહાર ન બતાવે કેમ કે હજારો પેઢીઓ સાથે એવાઓને સંબંધ હોય, બધાની સાથે દેવાલેણા હોય, અને એ જ કારણે પોઝીશન સાચવવા પણ તેઓને પાઘડી લાલ રાખવી પડે, મોં લાલ રાખવું પડે અને મોટરમાં ઘૂમવું પડે : આ બધું કરે તે છતાં પણ તેઓના હૈયામાં શું હોય છે એ તો તેઓ અગર જ્ઞાનીઓ જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org