________________
1889 –––૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો - 113 – ૨૫૧ એવાઓના મોઢાની લાલાશમાં સુખ ન માનવું જોઈએ. એવા ગૃહસ્થોને, મોં લાલ રાખવાની તો ટેવ પડેલી છે, પડેલી ન હોય તો પાડેલી છે કારણ કે તેઓ સમજે છે કે એમાં ફેરફાર થાય તો ધીરધારમાં પણ ફેરફાર થાય, દેવાળિયાને દેવાળું કાઢવું હોય છતાં દેવાળું કાઢે એના આગલા દિવસ સુધી ખબર ન પડવા દે. એ તો સમજતો જ હોય છે, માગનારા આટલા છે અને તિજોરીમાં તેવડ નથી : છતાં બહાર તો દેખાવ ખૂબ જ રાખે. જેમ તિજોરી પોલી તેમ દેખાવ વધારે. આ રીતે દેખાવ વધારે રાખવામાં જ આજે અનેક ઉપાધિઓ ઊભી થઈ છે. શક્તિ ઉપરાંત તાગડધિન્ના કરનારા, ઉપાધિઓનો ભોગ થાય એમાં આશ્ચર્ય પણ શું છે ?
ધર્મના આરાધકને, પોતે વ્યવહારમાં પડ્યો હોવાના કારણે વ્યાપાર આદિ કરવા પડે તો પણ તેણે, તે વ્યાપાર આદિને અકરણીય માની ધર્મીપણાનું નામ ન લાજે તે રીતે કરવા જોઈએ : પણ આજે દશા કઈ છે એ વિચારો. આજે તો પાંચસોની મૂડીવાળો, પાંચ હજારનો વેપાર કરે છે : એને દશ હજારની ખોટ આવે તો એ ક્યાંથી જ આપે ? આગળના વિચક્ષણો દ્વારા તો, સામાન્ય રીતે પણ મૂડીનો ચોથો હિસ્સો ભંડારમાં રહેતો, ચોથો હિસ્સો ધર્મમાં વપરાતો, ચોથો હિસ્સો ભોગવટામાં જતો અને ચોથા હિસ્સામાં વેપાર થતો : આ સ્થિતિમાં એ આદમી વેપારમાં આખો ડૂલ થાય તો પણ દેવાળું કાઢવા વખત આવે જ નહિ પણ આજ તો ઘણાની દાનત જ એ કે – આવે તો લેવું છે ! અને જાય તો પાઘડી વાંકી કરવી છે ! તથા નાદારી કોર્ટ ખુલ્લી છે ત્યાં નામ નોંધાવી દેવું છે! વ્યવહારમાં પણ આ દુર્દશા, ધર્મની વેશ્યા નાશ પામવાથી જ આવી છે. ખરેખર આવી આવી સઘળી જ દુર્દશાઓ, એ ધર્મલેશ્યાના નાશનું જ પરિણામ છે. આવી આવી ભયંકર દુર્દશાઓમાંથી બચવા માટે, ધર્મલેશ્યાના થતા નાશને અટકાવવો જોઈએ : નહિ તો હજુ પણ પરિણામ ભયંકર છે એ નક્કી જ સમજો.
ધર્મના થતા નાશને અટકાવવાનો ઉપાય એક જ છે, અને એ જ કે “પરના સંસર્ગનો ત્યાગ.'
પરના સંસર્ગથી જેમ આત્મધર્મ દબાયો છે તેમ પરના સંસર્ગથી આજે આત્મધર્મને પ્રગટ કરનાર ધર્મ પણ નાશ પામી રહ્યો છે. આત્મધર્મને પ્રગટ કરવા માટે જેમ પરનો સંસર્ગ તજવાનો છે તેમ આત્મધર્મને પ્રગટ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org