________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૬
માટે પરમ સાધનરૂપ પ્રભુપ્રણીત ધર્મને આરાધવા અને સાચવવા માટે પણ ૫૨નો સંસર્ગ તજવાનો છે. એ જ કારણે આજે આપણે શ્રી જિનનું કે શ્રી મહાવીરનું માત્ર નામ દેનાર જ નથી જોઈતા પણ એ પરમ તારકોની આજ્ઞાને હૃદયપૂર્વક માનનારા જોઈએ છે.
૨૫૨
સભા : સાહેબ ! જેઓ આજ્ઞા ન માને તેઓ નામ શું કામ દે ?
આ પ્રશ્ન સમજ વિનાનો છે. નામ દેનારા માત્ર, આજ્ઞા માનવાની ઇચ્છાવાળા જ હોય એમ માનવાને કા૨ણ નથી : જો એમ ન હોય તો હું તમને જ પૂછું છું કે ‘જેટલા પેઢીનું નામ દેતા આવે એટલા બધા જ ગ્રાહક હોય ખરા ?'
સભા : નારે સાહેબ ! નામ પૂછતા તો ચોટ્ટા પણ આવે !
આથી સ્પષ્ટ છે કે પેઢીનું નામ પૂછતા આવે એ બધા ગ્રાહક એમ નહિ : કેમ કે ચોટ્ટા પણ, પેઢીનું નામ પૂછતા તો આવે. પેઢીના દરવાજા, એમાં પેસવાના રસ્તા, તિજોરી કચાં છે એ બધું જાણવા પણ ચોટ્ટાઓ, પેઢીનું નામ દેતા આવે : એ જ કારણથી, ભગવાન શ્રી મહાવીરનું નામ દેનાર માત્રથી તોષ ન થાય. આપણે તો એ પરમ તારકની આજ્ઞામાં આસ્થા રાખનારા જોઈએ. આજ્ઞા આથી મૂકનારા લાખોના કરતાં થોડા હોય તો પણ સારા. ઘરના ચારથી ઘર ચલાવાય પણ વધારે માણસ દેખાડવા બહારના ન લવાય. ઘરના જ બધા હોય તો તિજોરીની ચાવી ભૂલી જઈએ તો વાંધો નહિ પણ પાંચમો બહારનો હોય તો કઈ દશા ? કહેવું જ પડશે કે ભયંકર, કારણ કે
“પર: પ્રવિષ્ટ: ગુરુતે વિનાશમ્”
‘પારકો પેઠેલો વિનાશને કરે છે.’
1670
આ લોકોક્તિ છે : આથી વ્યવહારમાં પણ પરથી બચવામાં આવે છે.
તમે લોકો પણ જે, તેલના છાંટા પણ પડતાંની સાથે જ લઈ લે તેને ઘરનો માનો છો અને ઢળી જાય એને જોયા કરે તેને પર માનો છો આ વાત ખરીને ?
Jain Education International
સભા : તદ્દન ખરી.
જો તદ્દન ખરી તો એથી સ્પષ્ટ છે કે તમે લોકો, વ્યવહારમાં પણ સ્વપરનો વિવેક અવશ્ય કરો છો અને એથી ‘પોતાના અને પોતાની વસ્તુને હાનિ કરે એ પારકો’ એમ માનો છોઃ અને એથી જ તમે લોકો, પા૨કો બેઠો હોય ત્યાં ઘરની વાત પણ નથી કરતા. વેપારી પણ, દુકાને પાંચ જણ બેઠા હોય તેમાંના એકને
For Private & Personal Use Only
www.jainelibrary.org