________________
૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો 113
૨૫૩
જ ભાવ કહેવો હોય અને બીજા ચારને ન જણાવવો હોય તો ખેસમાં હાથ ઘાલીને જ ભાવ કહે. નોકરની સાથે વળી સાંકેતિક રીતથી જ વાત કરે. ગ્રાહકને આંગળાં બતાવે એમાં પણ ભેદ હોય એ નોકર જાણે ! વધુમાં નોકર સાથેની વાતમાં અને પેઢી પર બેસતા દીકરા સાથેની વાતમાં પણ ભેદ !
1671
સભા : જરૂર સાહેબ ! એમ જ છે !
વ્યવહારમાં આટલી બધી હોશિયારી કરીને સ્વપરનો વિવેક કરી, અનેક રીતે પાપમય વ્યવહારને પણ સાચવો છો તો ધર્મ જેવી કલ્યાણકર વસ્તુની રક્ષા માટે સ્વપરનો વિવેક કેમ ભૂલો છો ? તાત્ત્વિક વસ્તુની રક્ષા માટે, સ્વપરના વિવેકની સંપૂર્ણ જરૂ૨ છે : માટે સમજો કે, ધર્મના થતા નાશને અટકાવવાનો એક જ ઉપાય છે ઃ અને તે એ જ કે ‘સ્વપરનો વિવેક કરી પરનો પરિત્યાગ કરવો અથવા તો પરથી પર રહેવું.’
:
માલિક તપે કે ઉઠાવગીર ? એ તપવું પણ પરમધર્મ :
ધર્મરક્ષાના આ ઉપાયને સમજે તેઓને માટે ‘ધર્મના નાશ સમયે સુસાધુઓ અને સુશ્રાવકો કેમ તપે છે ?' એ સમજવું તદ્દન સહેલું છે. આજે કોઈને પણ પૂછશો કે ‘માલિક તમે કે ઉઠાવગીર ?’ તો સૌ કોઈ બોલી ઊઠશે કે ‘માલિક જ તપે, કારણ કે જવાનું માલિકને છે : ઉઠાવગીરને શું જવાનું છે કે જેથી એ તપે ?' એ જ રીતે જેઓ, ધર્મના અને ધર્મીના સ્વરૂપને તથા ધર્મના નાશકોની દશાને સમજે : તેઓ માટે ધર્મના નાશ સમયે આત્મધર્મને પ્રગટ કરનાર ધર્મરૂપ વસ્તુઓને પણ પોતાની માની માલિક જેવી દશા ધરનારા સુસાધુઓ અને સુશ્રાવકો તપે કે હૃદયથી ધર્મનો નાશ કરવા ઇચ્છતા ઉઠાવગીરો તપે ?’ આ વસ્તુ સમજવી કઠિન નથી.
જ
આત્મધર્મને પ્રગટ કરનાર ધર્મરૂપ વસ્તુઓ પ્રત્યે માલિક જેવી દશા ધરાવનાર આત્માઓએ, પંચમકાલમાં પરમાધારરૂપ શ્રી જિનબિંબ અને શ્રી જિનાગમ માટે પોતાનું સર્વસ્વ તજ્યું તે જ શ્રી જિનબિંબ અને શ્રી જિનાગમ માટે યદ્યાતકા બોલનારા ઉઠાવગીરો જ છે એ વાતમાં કોણ આનાકાની કરી શકે ? એવાઓને ધર્મના નાશ વખતે કાંઈ પણ ન લાગે એ શું સહજ નથી ?
સભા : સાહેબ ! તદ્દન સહજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org