________________
૨૫૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -
--
16
આથી જ હું કહું છું કે તમે, માલિકોને અને ઉઠાવગીરોને ઓળખતાં શીખો અને માલિક જેવા હૃદયવાળા બનો જેથી તમારું શ્રેય થાય.
“ઉત્તમ વસ્તુની રક્ષા માટે હૃદયમાં કોઈ પણ જાતના દુર્ભાવ વિના તેના નાશક પ્રત્યે બહારથી તપવું એ અધર્મ નથી એટલું નહિ પણ પરમ ધર્મ છે' આ વાતને બરાબર સમજો. જો એમ ન હોત તો પરમધર્માત્મા શ્રી વાલીમુનીશ્વર, તીર્થનો નાશ કરવા તૈયાર થયેલા રાવણને શિક્ષા દ્વારા લોહી વમતો કરીને પણ તીર્થને ન બચાવત. રાવણે, જ્યારે અષ્ટાપદને ઉપાડ્યો ત્યારે શ્રી વાલમુનિ સમતાના સાગર અને શરીર ઉપર પણ નિઃસ્પૃહ હતા, તે છતાં પણ તેમણે “શું કર્યું ?' એ તો તમે જાણો જ છો. રાવણને તીર્થનો નાશ કરતો જોઈને શ્રી વાલિમુનીશ્વરે વિચાર કર્યો કે –
"अहं च त्यक्तसङ्गोऽस्मि, स्वशरीरेऽपि निःस्पृहः । रागद्वेषविनिर्मुक्तो, निमग्न साम्यवारिणि ।।१।। तथापि चैत्यत्राणाय, प्राणीनां रक्षणाय च,
રાષા વિવે, શિક્ષણામ અનાદિ ારા” હું, સંગ માત્રનો ત્યાગ કરીને રહેલો છું પોતાના શરીરમાં પણ સ્પૃહા વિનાનો છું : રાગ અને દ્વેષથી રહિત છું અને સમતારૂપ પાણીમાં ડૂબેલો છું ? તો પણ શ્રી જિનમંદિરના પાલન માટે અને પ્રાણીઓના રક્ષણ માટે રાગદ્વેષ વિના પણ આને કંઈક શિક્ષા કરું આથી સ્પષ્ટ જ છે કે જે છતી શક્તિએ થતા નાશને જુએ તે ધર્મી નથી, અધર્મી નથી અને વિરોધી પણ નથી પણ એથી પણ ભયંકર છે, કારણ કે અધર્મી તો ધર્મ પામ્યો જ નથી, વિરોધી તો વિરોધી હતો જ, પણ આ તો ઘરનો થઈને છતી શક્તિએ પણ ઘરનો નાશ સમતા આદિને નામે થવા દે છે. એવા આત્માઓ, ધર્મી તરીકે કે ધર્મરક્ષક તરીકે ગણાય તે ઘણું જ ભયંકર છે : કારણ કે ધર્મના રક્ષક થઈને ધર્મનો નાશ ઇરાદાપૂર્વક થવા દે છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે જેનું ઘર ફૂટ્યું તેનું કપાળ ફૂટ્યું. આથી સમય એ છે કે સાનમાં સમજો તો બહુ અનર્થ ન થાય, નહિ તો પરિણામ ભયંકર છે.
જ્યાં સુધી ધર્મની રક્ષા, પરમધર્મ નહિ મનાય અને એને માટે જરૂરી શુદ્ધ હૃદયના દેખાતા કષાયો પણ પરમધર્મ નહિ મનાય ત્યાં સુધી ધર્મ અસ્થિમજજા બનતો નથી. ધર્મ અસ્થિમજ્જા બન્યો હતો એથી જ શ્રી વાલમુનીશ્વરે, રાવણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org