________________
૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો 113
૫૫
લોહી વમતો કર્યો હતો. રાવણ, આવેશમાં આવીને ભાન પણ ભૂલી ગયો હતો, ધર્મને પણ ભૂલી ગયો હતો અને તીર્થનો પણ નાશ કરવા તૈયાર થયો, એ વખતે વાલી મુનિએ, આ પ્રયત્ન ન કર્યો હોત તો એ પહાડને ફેંકી પણ દેત; કેમ કે એને એ વખતે ભાન નહોતું. એ સમયે જો શ્રી વાલીમુનિ, સમતા સાચવત તો પરિણામ શું આવત ? આથી સમજો કે ધર્મરક્ષાના પ્રસંગે છતી શક્તિએ નામના સાચવી રાખવા માટે સમતાના નામે, ક્ષમાના નામે કે શાંતિના નામે તટસ્થ રહેવાનો ડોળ કરનાર ધર્મદ્રોહી છે. ‘એવો આત્મા, ધર્મના મર્મને પામ્યો જ નથી’ એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી.
સાચી સમતાને સમજો :
શ્રી જૈનદર્શનની સમતા એટલે મૂર્ખતા નથી પણ સુંદરમાં સુંદર વિવેક છે. ઇષ્ટાનિષ્ટમાં રાગદ્વેષરહિતપણું એનું નામ સમતા છે પણ સારા-ખોટાને સમજવાપણું
1673
નહિ એનું નામ સમતા નથી. સોનું તથા માટી, સ્વ અને પર તથા સજ્જન અને દુર્જન પ્રતિ મુનિની સમષ્ટિ હોય એ વાત ખરી પણ એથી એમ નહિ ને કે મુનિ, સુવર્ણ અને માટીમાં : સ્વ અને પરમાં તથા સજ્જન અને દુર્જનમાં રહેલા ભેદને સમજે જ નહિ અને પ્રરૂપે જ નહિ ? શું સજ્જન અને દુર્જન ઉપર સમદ્રષ્ટિ ધરાવનાર મુનિ, એવો ઉપદેશ નહિ આપે કે ‘દુર્જનનો સંગ તજવા યોગ્ય છે અને સજ્જનનો સંગ કરવા યોગ્ય છે ?' કહેવું જ પડશે કે જરૂ૨; મુનિ, સજ્જન અને દુર્જનના ભેદને પ્રરૂપી દુર્જનના સંગથી બચવાનો અને સજ્જનના સંગમાં રહેવાનો ઉપદેશ આપશે જ. દુર્જન પ્રત્યે દ્વેષ અને સજ્જન પ્રત્યે રાગ નહિ છતાં દુર્જનના સંગને તજવાનું અને સજ્જનના સંગમાં રહેવાનું કહેવામાં જ સાચી સમતા રહેલી છે. આ જ હેતુથી શ્રી વીતરાગ પરમાત્મા પણ, વસ્તુને વસ્તુના સ્વરૂપે ફરમાવે છે. વીતરાગ અવસ્થામાં પણ ગોશાળાને કપટના ઘર તરીકે ભગવાને ઓળખાવેલ છે. સાચું કે ખોટું કંઈ પણ ન કહેવાનો એ વીતરાગદેવ જો નિયમ કરે તો આપણું શું થાય ? શ્રી વીતરાગ પરમાત્માએ પણ એક પણ કુમતનું ખંડન કરવું છોડ્યું નથી અને પગલે પગલે કુમતનું ખંડન કર્યું છે : એ છતાં વીતરાગતા અખંડ જ રહી છે તો પછી આજ્ઞા મુજબ વર્તનારમાં સમતા અખંડિત રહે એમાં તો શંકા જ શી ? સાચા-ખોટાને સમજ્યા છતાં પણ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવામાં અને સાચાના પ્રચારમાં તથા ખોટાના ખંડનમાં સમતાના નામે ન પ્રવર્તવું એ તો મૂર્ખાઈ છે. સત્યની રક્ષા માટે, સત્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org