________________
૨૫૭ --------– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ –
– 174
નાશ કરવા તૈયાર થયેલાઓને તેમ કરતાં અટકાવવા અને ન અટકે તો રાગદ્વેષ વિના શિક્ષા કરવી એમાં સમતાનો નાશ નથી જ થતો, આટલું સમજાય તો સમતા સાચી આવી છે એમ માનજો, કારણ કે સમતા એટલે મૂર્ખતા નથી પણ સુંદરમાં સુંદર વિવેક છે.
ગોશાળાએ તેજોવેશ્યાથી ભગવાનના બે શિષ્યોને બાળી મૂક્યા અને ભગવાન ઉપર પણ તેજોલેશ્યા મૂકી કે જેનાથી ભગવાનને પણ છ મહિના સુધી લોહીના ઝાડા થયા; છતાં પણ એ ગોશાળો મરી ગયા પછી શ્રી ગૌતમ ભગવાને, ગોશાળાની દશા પૂછી તો ભગવાને કહ્યું કે “એ પામી ગયો.” પોતાના ઉપર તેજોલેશ્યા મૂકી હતી માટે એનું ખરાબ કહેવું એ જેની ભાવના નથી; એવા તારકનું આ શાસન છે. - પોતાને ગાળ દેનારો પણ જો સારી ક્રિયા કરે અને એની અનુમોદના ન થાય તો સમજવું કે હૃદય યથાર્થ રીતે ધર્મથી વાસિત થયું નથી. પોતાને મારવા ઇચ્છનારો પણ શાસનની પ્રભાવના કરી આવે અને જો પ્રમોદ ન થાય તો માનવું કે ધર્મ જેવો સ્પર્શવો જોઈએ તેવો સ્પર્યો નથી. વળી છતી શક્તિએ ધર્મના વિરોધીને ખસેડવાની જે ઉપેક્ષા કરે એ તો વિરોધી કરતાં પણ ભયંકર છે એમ માનવું. શાસનની ઘાતક વાત આવે એ સાંભળીને તાપ થાય એ તાપ પોતાનો નથી પણ શાસનની લગનીમાંથી જન્મેલો એ તાપ છે. અગ્નિમાં પડ્યા પછી સોનું ચળકે છે એ કાંઈ એનો આડંબર નથી પણ એનું એ સ્વરૂપ છે. અગ્નિમાં પડેલ સુવર્ણ લાલચોળ થઈ કુંડલીમાં ચકર ચકર ફરે છે એ કૃત્રિમતા નથી પણ એ એનું પોતાનું સ્વરૂપ છે. એ જ રીતે સત્યના નાશ વખતે સજ્જનને આવતી લાલાશ એ ક્રોધ કે આવેશ નથી પણ શુદ્ધ હૃદયનું પ્રદર્શન છે. અગ્નિમાં સો ટચનું સોનું ન દીપે તો દીપે પણ કોણ ? એ જ રીતે સત્યના નાશ સમયે સજ્જન ન તપે તો તપે પણ કોણ ? વ્યવહારમાં પણ બાપના અપમાન વખતે શાંતિ ધારણ કરનાર દીકરો સપૂત નથી કહેવાતો પણ કપૂત કહેવાય છે. પોતાની જાત માટે ગાળ સહી આવે તો તો લોક શાંત કહે પણ બાપને દેવાયેલી ગાળ સહીને આવે તેને તો લોક પણ બાયલો કહે છે એ જ રીતે ભગવાન શ્રી મહાવીરદેવ આપણા બાપ છે અને શ્રી મહાવીરદેવનું આગમ આદિ આપણી મિલકત છે. એ મિલકત ભગવાન શ્રી મહાવીરદેવે, આપણને વેડફી નાખવા નથી આપી પણ આરાધવા અને સાચવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org