________________
1675
- ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો - 113
– ૨૫૭
આપી છે. તો પછી આરાધનાના સમયે અને સાચવવાના સમયે સમતાના નામે કપૂતપણું કે બાયલાપણું કેમ જ દેખાડાય ?
શ્રી વીતરાગ પરમાત્માના પ્રત્યેક શક્તિસંપન્ન અનુયાયીની ફરજ છે કે “પ્રભુશાસનને વિરોધીઓથી બચાવવાનો સમય આવી લાગે ત્યારે તેઓએ સમતા આદિનો દંભી આડંબર ન કરતાં સેવાભાવથી ભરેલા પોતાના શુદ્ધ હૃદયનું અવશ્ય જરૂરી ગરમી બતાવીને પણ પોતાના વિરોધનું પ્રદર્શન કરવું.” યોગ્યને દેખાડવા અને દેવા આ ઓઘો છે ?
એ જ રીતે એ પરમતારકની આજ્ઞા મુજબ વિહરતા અમારા ગુરુદેવોએ, અમને ઓઘો સંતાડવા નથી આપ્યો પણ બધાને દેખાડવા અને યોગ્યોને દેવા આપ્યો છે. “સંતાડવા નથી આપતા પણ દેખાડવા અને દેવા આપીએ છીએ.” એમ સમજાવવા માટે તો તમે જાણો છો કે એ પરમ ઉપકારીઓ, દીક્ષિતને ઉપદેશ આપતાં એક સુંદર દૃષ્ટાંત દ્વારા ફરમાવે છે કે એક શેઠને ચાર દીકરા તથા ચાર વહુઓ હતી. ચાર વહુમાં એકનું નામ ઉજિઝકા, બીજીનું નામ ભક્ષિકા, ત્રીજીનું નામ રક્ષિકા અને ચોથીનું વદ્ધિક અર્થાત્ રોહિણી. શેઠના મનમાં થયું કે હવે મારી અવસ્થા થઈ છે, પેઢી તો દીકરા ચલાવશે પણ ઘરનો વહીવટ કોને સોંપવો ? એ માટે વહુઓની પરીક્ષા કરવાનો એ શેઠે વિચાર કર્યો. એ માટે નાત ભેળી કરી, જમણ આપ્યું અને બધાના દેખતાં દરેક વહુને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા અને જ્યારે માગું ત્યારે આપજો” એમ કહ્યું. મોટા દીકરાની વહુના મનમાં થયું કે “સસરાજીની બુદ્ધિ બગડી છે, સાઠે નાઠી છે, પાંચ દાણા આપવા માટે આવું મોટું જમણ આપી લોકને ભેળું કર્યું અને વળી “માગું ત્યારે પાછા આપજો” એમ કહ્યું. “માગશે ત્યારે કોઠીમાંથી દેવાશે” એમ ધારી મોટી વહુએ એ દાણા ફેંકી દીધા. બીજી વહુ, એ પાંચ દાણા ખાઈ ગઈ. ત્રીજી વહુએ વિચાર્યું, કે “સસરાજીએ આપ્યા હશે માટે કાંઈ ભેદ હશે.” એમ ધારી અલંકારના દાબડામાં મૂક્યા અને ચોથી વહુએ, એ દાણા પોતાના ભાઈને ત્યાં મોકલ્યા અને સારી જમીનમાં વવરાવવા કહ્યું તથા એની ડાંગર થાય એને પણ વવરાવવા કહ્યું અને એ બધી ડાંગર જુદી રાખવાનું કહ્યું.
વર્ષો પછી ફેર સસરાએ નાતને જમણ આપી ભેળી કરી પેલા દાણા માગ્યા. પહેલી વહુએ કોઠીમાંથી લાવી આપ્યા. સસરાએ પૂછ્યું કે, “આ દાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org