________________
૨૫૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - - 178 મારા આપેલા કે બીજા ?' મોટી વહુએ કહ્યું કે, “મેં તો એ દાણા ફેંકી દીધા હતા, આ તો બીજા છે.' બીજીએ પણ પોતે ખાઈ ગઈ હતી એમ જણાવી બીજા દાણા લાવી આપ્યા. ત્રીજીએ અલંકારના દાબડામાંથી લાવી આપ્યા. ચોથીએ કહ્યું કે મારા પિયર ગાડાં મોકલો તો આવશે. શેઠે નાતને જણાવ્યું કે “વહુઓની પરીક્ષા કરવા માટે મારો આ પ્રયત્ન હતો, પરીક્ષા થઈ ગઈ. મોટી વહુ ફેંકી દેવાની કળામાં કુશળ છે માટે મારા આખા મકાનનું ઝાડુ એ કાઢે. બીજી વહુને ખાતાં આવડે છે માટે રસોઈનું કામ એને સોંપું છું, ત્રીજીના હાથમાં તિજોરીની ચાવી સોંપું છું પણ એ ત્રણેય વહુઓ આજ્ઞા માને ચોથી વહુની. ઘરની માલિક ચોથી વધુ.”
આ પ્રમાણે દૃષ્ટાંત આપી ગુરુ પણ ફરમાવે છે કે ઉઝિકા વહુ જેવા ન બનતા, નહિ તો દુનિયાનું ઝાડુ કાઢવું પડશે. એવા સાધુ શાસનના કામના નથી. ભક્ષિકા જેવા પણ ન બનતા, જે મહાવ્રત લે અને ફેંકી દે છે અને માત્ર વેષ જ રાખે તે, એ બેય નકામા છે. ત્રીજી રક્ષિકા અને ચોથી વર્બિકા જેવા બનજો. જે ગાડાં ભરાવે એનો નંબર પહેલો. એ રીતે જે પાંચ મહાવ્રત લઈને જગતમાં ફેલાવે તેનો નંબર અહીં પહેલો, ન ફેલાવી શકાય તો રક્ષિકા જેવા તો બનવું જ. દીક્ષા દેતાં ગુરુએ અમને આ શિખામણ દીધી છે, ને એ શિખામણ તમે લોકોએ સાંભળી પણ છે : “હા-આ-જી' પણ કહી છે. આથી તમે અને અમે બેય સમજીએ છીએ કે આ ઓઘો પણ સંતાડવા માટે નથી આપ્યો પણ દેખાડવા અને યોગ્યોને દેવા માટે આપ્યો છે. આ વાત જેઓ નથી સમજતા તે શાસનના રહસ્યને જ નથી સમજતા અને ઊલટી રીતે વર્તે છે તેઓ ભક્ષિકા જેવા છે. સાધુ કહે તો એક જ કહે ! સંયમમાં જ મજા :
આથી નાનામાં નાનો સાધુ પણ કહે શું? એ જ કે, “ત્યાગમાં (દીક્ષામાં) બહુ સુખ છે.” ભલે વર્ણન ન કરી શકે પણ કહે તો એમ જ. નાના છોકરાને એ ખબર ન હોય કે પેંડો શાનો બને છે પણ પેંડો કેવો એ પૂછો તો તરત જ “મીઠો” તો કહેવાનો જ. ગૃહસ્થના ઘરનું બાળ પતાસાં તથા સાકરના કકડાને “મીઠો,” “સારો' જ કહે; એ રીતે પ્રભુશાસનનો નાનામાં નાનો મુનિ પણ સંયમમાં જ મજા છે એમ કહે, સંસારમાં દુઃખ બતાવે, જ્યાં જાય ત્યાં ધર્મલાભ જ દે. કોઈ આવીને “શું ભણું ? એમ પૂછે તો મુનિ સામાયિક કે પ્રતિક્રમણ આદિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org