________________
૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો
– ૨૫૯
ભણવાનું કહે; પણ L. M. & S. (એલ એમ એન્ડ એસ) કે B. A. L.L. B (બી. એ. એલ.એલ. બી.) બનવાનું ન કહે.
1677
મળે તો વાપરો એ ધર્મઃ મેળવવું એ ધર્મ નહિ :
સભા : એલ. એલ. બી.ને રાજ્યમાં સ્થાન મળે ને ?
વસ્તુનો સદુપયોગ ક૨વામાં કમી ન રાખવી જોઈએ. અને હોશિયારને સારા કામમાં પહેલો લેવામાં વાંધો નહિ પણ જેનાથી પોણીસો ટકા પરિણામ ખરાબ અને સારામાં શંકા એવી વસ્તુ તારક કોઈના પણ હાથમાં ન મૂકે. શ્રીમંત પણ રમવા જતા બાળકનાં આભૂષણ કાઢી લે. ‘બાળક સારો કહેવાય' એમ માનીને દાગીના રાખે તો ‘એ ખૂની કહેવાય' એમ વ્યવહાર પણ કહે છે. દાગીના માટે ઘણાં ખૂન થાય છે. નાશક ચીજ છૂટથી ન અપાય. નાશક ચીજ પામેલાને એ આવે તો એનાથી બચાવાય જરૂ૨. કરોડપતિ આવીને સાધુને પોતાની મિલકત જણાવે તો સાધુથી બને એટલો સદુપયોગ કરાવી સારામાં સારી ધર્મપ્રભાવના કરાવે, પણ કોઈ આવીને કહે કે, ‘ધર્મપ્રભાવના કરવાની ઇચ્છા છે માટે લાખ-બે લાખ મળે એવું કાં'ક કરો,' તો સાધુ કહે કે ધર્મપ્રભાવના તો લાખ-બે લાખ વિના પણ થાય. લાખ-બે લાખ આવશે ત્યારે આંખ ક્યાં રહેશે એની ખબર નથી, ચક્કર ફરી જાય કે નહિ એ કહેવાય નહિ, માટે ભાવના ઊંચી છે પણ એ ટકે નહિ. શ્રી કુમારપાળ મહારાજને પણ જગતનું દારિદ્રય ફેડવા માટે સુવર્ણસિદ્ધિ મેળવવાની ઇચ્છા થઈ હતી પણ ગુરુએ કહ્યું હતું કે, જે મળ્યું તે ઘણું છે. શ્રી તીર્થંકરદેવ પણ જગતનું દારિત્ર્ય ફેડી શક્યા નથી. ત્રણ ત્રણ લોકના એ નાથ હતા. એ તારકના સમવસરણના એક એક કાંગરાથી કૈંક શ્રીમંત બને એમ હતું પણ તેમ નથી કર્યું.'
113
સભા : વર્ષીદાન પણ દીધું હતું ને, તો ?
એ તો ગૃહસ્થાશ્રમમાં, દીક્ષા લેતી વખતે, અનુકંપાની ભાવનાએ દાન દીધું હતું, માગણી મુજબનું દાન દીધું હતું તે એમ પણ જણાવવા કે આ રીતે લક્ષ્મી તજવા જેવી છે અને નીકળવા જેવું છે. તમે તો ખિસ્સામાંથી કાઢો તે પાઈ કે બે આની છે તે તપાસો છો. શ્રી તીર્થંકરદેવો દેતા હતા ત્યાં પણ ભાગ્ય હોય તેવું પામે. પાલખીમાં બેઠેલો સોનૈયા રૂપિયા, તાંબાનાણું બધું ફેંકે પણ પામનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org