________________
૨૬૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭
ભાગ્ય પ્રમાણે પામે. અનુકંપાદાન વખતે એક જ ભાવના કે કોઈ પણ સુખી થાઓ. પાત્રદાન દેતી વખતે ભક્તિ તે પણ વિવેકપૂર્વક. ત્યાં તત્ત્વની પરીક્ષા સિવાય કે વિવેક ભૂલીને દાન દ્યો તો ભક્તિ નહિ પણ આશાતના. દાન આદિ સઘળું જ શાસનની રક્ષા અને પ્રભાવના તથા એ દ્વારા આત્માના શ્રેય માટે જ છે. આવા વિવેકથી ભરેલ દાન આદિ ધર્મનું કેવળ આત્માના શ્રેય માટે જ પ્રતિપાદન કરનારું શાસન આ એક જ છે.
શાસનની અખંડિતતા અને વિરક્તની માલિકી :
એ જ કારણે આ શાસન અખંડિત જ રહેવું જોઈએ; એ જ હેતુથી ઉપકારી ગુરુઓએ, અમને વૃદ્ધિકા જેવા બનવાનું ફરમાવ્યું છે. તમે પણ, તમારા દીકરાઓને પેઢી વધારવાનું કહો કે કાપી નાખવાનું કહો ? દુનિયાની પેઢી કે જ્યાં ડૂબવાનું છે ત્યાં વધા૨વાનું કહેવું ને જેનાથી સ્વપર તરે એવી પેઢી વધારવાની ના કહેવી એ શું ન્યાય છે ?
સભા : નહિ રે સાહેબ ! શાસનની પેઢી તો અખંડિત જ રહેવી જોઈએ.
હવે સમજ્યા. આ પેઢી ભગવાન શ્રી મહાવીરદેવના નામે ચાલે અને તમારી તમારા બાપના નામે ચાલે. ત્રણ અને છેવટે તેર પેઢી જાય એટલે નામ ગુમ. તમને તો આઠ પેઢીથી વધારે યાદ પણ નહિ હોય, જ્યારે અમને અમારી બધી પેઢી યાદ છે, કારણ કે એ પેઢી કલ્યાણકર વારસો આપતી ગઈ છે. વધુમાં એ પણ સમજો કે, આ પેઢી એ તમારી પણ પેઢી છે માટે તમારા હોશિયાર દીકરાઓને તમારે અહીં જ મોકલવા જોઈએ.
સભા : જરૂર સાહેબ ! એમ કહેવું એ અમારો ધર્મ છે.
તમારા સંતાન વિષયવાસનાથી વિરક્ત બને એટલે માલિકી શાસનની થાય છે. વિષયના રસિયા હોય ત્યાં સુધી માલિકી તમારી. એ માલિકી પણ વિરક્ત બનાવવા માટે, પછી વિરક્ત બને એટલે માલિકી શાસનની. તમારો દીકરો તે શાસનનો. કેમ કે તમે શાસનના છો ! પુત્ર વિરક્ત ન થાય ત્યાં સુધી માબાપનો કાબૂ, વિરક્ત થાય એટલે તો માબાપ પણ તેને ઉત્તમ જુએ એટલે પછી આજ્ઞા ન કરે. જૈનશાસનની આ નીતિ છે. હૃદયમાં આ વાત જચી નથી એના જ બધા ઉપદ્રવો છે. મૂળ વસ્તુને સ્થિત કરવા ગમે તેવા સંયોગોમાં પણ તમને સત્ય કહેવું
Jain Education International
1678
For Private & Personal Use Only
www.jainelibrary.org