________________
170s
– ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે - 116
– ૨૮૫
વાત છે પણ અભિગ્રહમાં તો કંઈ કહેવાય નહિ.વળી રોજ આહાર માટે જવું અને ખાલી પાછા આવવું એ ઘણું કઠણ છે. ભૂખને રોગ માને તો જ ત્યાં શાંતિ રહે. જૈનદર્શનની બધી થિયરી જ જુદી છે. જેનાથી ભૂખ મટે એનું જ વિધાન છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ જાય એવી કાર્યવાહી જૈનદર્શનમાં નિયત છે, એને ઘટાડવા માટે બધી વાતો છે. એ ન ઘટે ત્યાં સુધી કર્મોનું આગમન અટકે નહિ, નિર્જરા થાય નહિ અને એથી મુક્તિ ન થાય. મુક્તિ એટલે નીરોગાવસ્થા,
જ્યાં આધિ, ઉપાધિ, વ્યાધિ, ટાઢ, ભૂખ, તરસ વગેરે કશું છે જ નહિ. એ અવસ્થા આત્માની ક્યારે થાય ? ત્યારે જ કે જ્યારે આ બધાને અયોગ્ય મનાય, કારણ કે ભૂખ, તરસ, તાપ, ટાઢ, દાહ, દારિદ્રય, શોક, વિયોગ એ બધાં જ દુઃખ છે.
વિયોગને, દારિદ્રશ્યને, શોકને, ટાઢ, તાપને તો તમે પણ દુઃખ માન્યાં છે પણ એને દુઃખ માનીને કર્યું શું? ટાઢનું દુઃખ દૂર કરવા માટે સગડી, ગરમીનું દુઃખ દૂર કરવા માટે પંખો, દારિદ્રય દૂર કરવા માટે પૈસા મેળવવાનું, પૈસાનું દુઃખ દૂર કરવા માટે આરંભ, સમારંભ, ન આવડે તો શીખવા-શીખવવાની નવી યોજના કરવી, અમલમાં મૂકવી, આ બધું કર્યું અને એથી સુખ માન્યું, જેનાથી શોક તેના સ્મરણમાં સુખ માન્યું, જેનો વિયોગ એના સંયોગોમાં સુખ માન્યું. આ રીતે આવા ઉપાયો યોજી એમાં સુખ માન્યું પણ શાસ્ત્રકાર કહે છે કે એ ભૂલ છે. ટાઢ, તાપ આદિને તો દુઃખ માન્યાં છે પણ ભૂખને તો દુઃખ જ માનતા નથી. ભૂખ વધે તેમ તેમ તો આનંદ થાય છે. “જો ભૂખ લાગે તો સારી રીતે ખવાય પીવાય' એમ માન્યું છે.
ભૂખને માટે ભોજન, ટાઢને માટે સગડી, તાપને માટે છાયા કે પંખો, દારિત્ર્ય માટે પૈસાટકા, પૈસાટકા માટે આરંભ-સમારંભ. આ રસ્તાઓ અજ્ઞાનીઓએ યોજ્યા પણ શાસ્ત્રકારો કહે છે કે આ તો દુઃખને વધારવાના રસ્તા છે. ભૂખના દુઃખને દૂર કરવા શાસ્ત્રકારે તો તપ કહ્યો છે. ઠંડીના દુઃખને માટે સહન કરવાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. મુનિ પાસે અમુક કપડાં હોય અને ઠંડી બહુ પડે તો મુનિ શું કરે? ઓઢેલા બધાં વસ્ત્ર કાઢી નાખે, ઉઘાડા થાય, પાંચ મિનિટ પછી એક એક ઓઢે, પછી ઠંડી નહિ વાય. પહેલેથી જ વધુ ઓઢે તો ઠંડી વધુ વાય. શરીરનો સ્વભાવ ગધેડા જેવો છે. ગધેડા પણ ચાર મણનું છાલકું હોય એ એને વધારે લાગે પછી માલિક એના પર બેસે અને થોડીવાર પછી ઊતરે એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org