________________
૨૭૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ –
–
1988
બન્ને બાજુ કમાલ કરનારી છે. “યુવાવસ્થા એ ઉન્માદાવસ્થા છે અને ઉન્માદાવસ્થામાં યોગ્યયોગ્યનો વિવેક કરવાની તાકાત નથી હોતી.' આ વાત તદન સાચી હોવા છતાં પણ જો એ અવસ્થામાં વિવેક જાગી જાય તો યુવાન, જેમ ભોગમાં કમાલ કરે છે તેમ ત્યાગમાં પણ કમાલ જ કરે.
યુવાવસ્થા એવી છે કે ધાર્યું કામ પાર પાડે. ભોગમાં લીન થયેલા યુવકને, શાસ્ત્ર ઉન્મત્ત તરીકે ઓળખાવે છે કારણ કે એની હાલત ભયંકર હોય છે, એ જ કારણે ભોગમાં પડેલા યુવકનો સહવાસ પણ ભયંકર છે. યુવક, વિકારી અને ભોગમાં લીન બન્યો કે એના વિચાર તથા વર્તન ભયંકર થાય છે ? એટલે એનો સહવાસ પણ દુનિયા માટે ભયંકર થાય છે. એ ઉન્માદી માટે આ દુનિયામાં ન કરવા જોગું કાંઈ જ નથી હોતું. વિષયાધીન તથા અર્થકામનો પ્રેમી હોઈ ઉન્મત્ત બનેલો યુવાન, જે ન કરે એ જ ઓછું : એ જ કારણે એ યુવાવસ્થા ભયંકર ગણાય છે. એ જ અવસ્થામાં જો આત્મા વિવેકી બને અને ત્યાગ તરફ વળે તો એ જ અવસ્થા કલ્પતરની માફક મનોહર બને અને વિશ્વને અનુપમ લાભ આપે : એ જ કારણે યુવાવસ્થા એ આખી દુનિયાને શાંતિનો પયગામ પહોંચાડનારી તથા ધાર્યું કામ આપનારી પણ થાય. જેવી ધારણા હોય એવી અવસ્થા બનાવી શકાય છે આથી સ્પષ્ટ છે કે અવસ્થા એ સ્વભાવથી ખોટી નથી પણ કાર્યવાહી ખોટી છે, જેને લઈને એ અવસ્થા નકામી ચાલી જાય છે. વિવેક તથા વિનય જાગ્રત કરીને મોક્ષમાર્ગને સાધવા લાયક એવી એ અવસ્થામાં જો ભોગ તરફ વળાય તો ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા વગેરે આવે જ. અર્થકામના પ્રેમીને વિકાર થાય અને એમાં એ અવસ્થાનો ઉન્માદ ભળે પછી દશા ભયંકર બને એમાં શું આશ્ચર્ય છે ? આ રીતે યુવાવસ્થાની બે બાજુ છે પણ એની મનોહર બાજુના ઉપાસક આત્માઓ વિરલ જ હોય છે. સ્વતંત્રવાદનું ભૂત :
યુવાવસ્થાની જે બીજી મનોહર બાજુ, તેની ઉપાસના નહિ કરી શકનારા યુવાનો, હૃદયથી અર્થ-કામના જ ઉપાસકો હોઈ ઉન્માદી બનેલા છે. એ ઉન્માદના પ્રતાપે, તેઓનો સારાસારનો વિવેક નાશ જ પામી ગયો છે : એ કારણે, તેઓને સ્વતંત્રવાદનું એવું ભૂત વળગ્યું છે કે જેના પ્રતાપે તેઓ પોતાની માન્યતાથી કે વિચારથી વિરુદ્ધ લાગતી માન્યતા - પછી તે ચાહે તેટલી સાચી હોય તે છતાં પણ સ્વીકારવાને તૈયાર નથી : આ તેઓની સામાન્ય દુર્દશા નથી. આ અસામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org