________________
૨૧ : યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂત ઃ
સર્વ અવસ્થાઓની ભયંકરતા :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ “ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરવા ઇચ્છે છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, ચારે ગતિરૂપ સંસારને દુઃખમય વર્ણવતાં નરકગતિ અને તિર્યંચગતિને દુઃખમય વર્ણવ્યા બાદ, મનુષ્યગતિની દુઃખમયતા વર્ણવતાં પણ ફરમાવી ગયા કે
ચૌદ લાખ યોનિ અને બાર લાખ કુલકોટિ ધરાવનાર મનુષ્યગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખો છે. એ ગતિમાં, પ્રથમ દુઃખ છે ગર્ભાવાસનું અને એનો કોઈથી જ ઇન્કાર થઈ શકે તેમ નથી. એ ગતિની બાલ્યાવસ્થા પણ કારમી છે, તરુણાવસ્થા પણ તિરસ્કરણીય છે અને વૃદ્ધાવસ્થા પણ સાર વિનાની છે : અર્થાત્ ધર્મભાવ વિનાની એક પણ અવસ્થા મનુષ્યગતિમાં પણ સારભૂત નથી. રોગ અને વિયોગ આદિ અનેક દુઃખોથી મનુષ્યગતિ ભરપૂર છે. એ ગતિમાં સુખ તો જ છે કે જો પ્રભુશાસનની પ્રાપ્તિ હોય.
પ્રભુશાસનની પ્રાપ્તિ વિના તો મનુષ્યગતિનો બાલ્યકાળ ભૂંડ જેવો, યૌવનકાળ ગર્દભ જેવો અને વૃદ્ધકાળ બુઢા બેલ જેવો હોઈ ભયંકર છે ? અર્થાત્ સર્વ અવસ્થાઓ ભયંકર છે.
ધર્મદષ્ટિ વિનાનો આત્મા બાલ્યકાળમાં માવડીમુખો, તરુણ અવસ્થામાં તરુણીમુખો અને વૃદ્ધાવસ્થામાં પુત્રમુખો બન્યો રહે છે પણ અંતર્મુખો કદી જ નથી બનતો એ કારણે એની સઘળી જ અવસ્થાઓ ઘણી જ ભયંકર રીતે પસાર થાય છે. યુવાવસ્થાની બન્ને બાજુ
“મનુષ્યપણાની સઘળી જ અવસ્થાઓ ભયંકર છે. એ વાત તદ્દન સાચી છે, તેમ “ધર્મભાવ આવી જાય તો એ સઘળી જ અવસ્થાઓ મનોહર પણ છે.' એ વાત પણ તદ્દન જ સાચી છે. આમ છતાં પણ એ ગતિની જે યુવાવસ્થા, તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org