________________
૨૧ : યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂતઃ
115
• સર્વ અવસ્થાઓની ભયંકરતા :
યુવાવસ્થાની બન્ને બાજુ : • સ્વતંત્રવાદનું ભૂત : • સુખ, મોહની મસ્તીમાં નથી પણ ધર્મરંગમાં છે : વિષય: યુવાવસ્થાનો સદુપયોગ અને દુરુપયોગ.
કર્મની વિચિત્રતાનું વ્યાન કરતાં કરતાં ચારે ગતિમાં સુખ નથી અને ઉપરથી દુઃખ જ છે, એ સમજાવતાં મનુષ્યપણાના દુઃખની ચાલુ વાતમાં, આ પ્રવચનમાં યુવાવસ્થા અંગે પ્રવચનકારશ્રીજીએ પ્રકાશ પાડ્યો છે. યુવાવસ્થા ઉન્માદવાળી અવસ્થા છે. એનો બરાબર ઉપયોગ થાય તો આત્મા અણધારી પ્રગતિ સાધી શકે, પણ અનિયંત્રિત યુવાવસ્થા તો આત્માનું જ નહિ, પરંતુ એના સહવાસમાં આવતા અનેકાનેક આત્માઓનું નિકંદન કાઢનાર પણ બની જાય છે. એમાં વળી એ યુવાનને સ્વતંત્રતાનું ભૂત વળગી જાય તો કેવા કેવા ઉધમાતો રચાય છે, એનું ટૂંકું છતાં ખૂબ જ રોચક વર્ણન આ પ્રવચનમાં કરાયું છે. છેવટે સુખ એ મોહની મસ્તીમાં નથી, પણ ધર્મના રંગમાં જ છે, એ વાત જણાવી લાલસાને જીતવા માટે પ્રેરણા કરી છે.
મુવાક્યાતૃત
• પ્રભુશાસનની પ્રાપ્તિ વિના તો મનુષ્ય ગતિનો બાલ્યકાળ ભૂંડ જેવો, યૌવનકાળ ગર્દભ જેવો અને
વૃદ્ધકાળ બુઢાબેલ જેવો હોઈ ભયંકર છે. • યુવાવસ્થામાં વિવેક જાગી જાય તો યુવાન, જેમ ભોગમાં કમાલ કરે છે; તેમ ત્યાગમાં પણ કમાલ
જ કરે. • યુવક, વિકારી અને ભોગમાં લીન બન્યો કે એના વિચાર તથા વર્તન ભયંકર થાય છે. • ધર્મની વાતમાં સ્વતંત્રતાને આગળ કરનારાઓ, જો જાત પર અને વ્યવહારમાં સ્વતંત્રવાદને લાગુ
કરે, અર્થ-કામની કોઈપણ પ્રવૃત્તિને આધીન ન થાય તો તો હું માનું કે, એ સાચા સ્વતંત્ર. • શક્તિમાન જો ક્ષમાશીલ ન હોય તો મારે કે મરે અને જો ક્ષમાશીલ હોય તો બચે અને બચાવે • જેને જોતાં દુનિયાની છાયા ભૂલાય, વૈરાગ્યનાં ઝરણાં ઝરે એવી જિનમૂર્તિ જેને ન ગમે, તેને
પોતાની છાતી ઉપર રમણીની મૂર્તિ રાખવાનું ગમે છે, એ શું આશ્ચર્યજનક નથી ? • સર્વત્ર લાલસા એ જ દુઃખનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org