________________
1625
- ૨૦ : સંસારમાં સુખ ક્યાં છે? - 114 – – ૨૭૭ એવી વિરસ બની જાય છે કે એ અવસ્થા ઉપર આત્માને પોતાને જ અભાવ થઈ જાય છે. જે અવસ્થા ઉપર પોતાને પણ અભાવ થઈ જાય તે અવસ્થા ઉપર અન્યને અભાવ થઈ જાય એ તદ્દન સહજ છે. આત્મા, બાલ્યાવસ્થામાં જેમ માતૃમુખ બની જાય છે અને યુવાવસ્થામાં તરુણીમુખ બની જાય છે તેમ વૃદ્ધાવસ્થામાં પુત્રમુખ બની જાય છે. વળી એ અવસ્થામાં આત્મા પોતાની શિથિલતાના યોગે ચીડિયો બની જાય છે. આથી સ્પષ્ટ છે કે વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે. ધર્મભાવ વિના સુખ નથી જ
આથી સ્પષ્ટ છે કે મનુષ્યગતિની એક પણ અવસ્થામાં ધર્મભાવ વિના આત્મા સુખી છે જ નહિ. ધર્મભાવ એ જ મનુષ્યગતિમાં પણ સુખનો દાતા છે. એ સિવાય મનુષ્યપણાની કોઈપણ અવસ્થા સુખરૂપ નથી એ સ્પષ્ટ જ છે, અશુભના ઉદયથી રિબાતા આત્માઓ તો, મનુષ્યપણામાં પણ બાલ્યકાળથી આરંભીને મરતાં સુધી રોગથી રિબાતા અને અનેકના અનેક જાતના પરાભવોથી પીડાતા રહે છે એમાં કશી જ શંકા નથી. અશુભના ઉદયથી મનુષ્યપણામાં પણ આત્મા માટે ઇષ્ટવિયોગાદિકના યોગે શોક આદિના અનેક પ્રસંગો આવી જ પડે છે. અશુભના ઉદયથી ઘેરાઈ ગયેલો આત્મા, મનુષ્યપણામાં પણ સુધા આદિથી અને દુર્ભાગ્ય આદિથી હંમેશાં પરતંત્ર જ બની જાય છે. આ બધા ઉપરથી એ વસ્તુ સહેલાઈથી સમજી શકાય તેમ છે કે મનુષ્યગતિમાંથી પણ જો એક ધર્મભાવને દૂર કરી દેવામાં આવે તો એ ગતિમાં પણ સુખને અવકાશ નથી.
આ બધી જ વસ્તુઓ કલ્યાણના અર્થીએ વિચારવા જેવી છે પણ એ બધો વિચાર થવાનો આધાર સંસારની દુઃખમયતા સમજાય એ ઉપર છે અને એ જ કારણે ઉપકારીઓ સંસારની દુઃખમયતા સમજાવી રહ્યા છે. વધુ વળી હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org