________________
૨૧ : યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂત - 115
દુર્દશાની પરાધીનતાથી એ બિચારાઓ, પ્રભુ આગમના કથનની સામે પણ પાગલની માફક ‘અમે કંઈ હાજી હા કરનારા પરતંત્ર નથી, અમે તો સ્વતંત્ર છીએ અને અમને અમારી મરજી મુજબ ચાલવાનો હક્ક છે.' આ પ્રમાણે બોલે છે : સ્વતંત્રવાદના ભૂતની પરાધીનતાથી એ બિચારાઓનો દેવ, ગુરુ અને ધર્મની સામે આજે આ જાતનો અર્થહીન વિવાદ છે. એવાઓ માટે હું કહું છું કે આવા સ્વતંત્રવાદને જો તેઓ, પોતાના ઘરમાં, પોતાના વ્યવહારમાં અને પોતાની જાત ઉપર લાગુ કરે તો આજે એમને ધન્યવાદ આપું : ધર્મની વાતમાં સ્વતંત્રતાને આગળ કરનારાઓ, જો જાત પર અને વ્યવહારમાં સ્વતંત્રવાદને લાગુ કરે, અર્થકામની કોઈપણ પ્રવૃત્તિને આધીન ન થાય તો તો હું માનું કે એ સાચા સ્વતંત્ર : કારણ કે એ તો આપણે ઇચ્છીએ છીએ કે દુનિયાના દરેક પ્રાણી એવા સાચા સ્વતંત્ર બને : પણ આ યુવકોની ઘ૨માં, બજા૨માં અને વ્યવહા૨માં તો એવી કંગાલ દશા છે કે જે જોતાં જ દયા આવે. ખરેખર એ સ્વતંત્રવાદના ભૂતને પરવશ બનેલાઓની, આજે ‘જ્યાં શિર ઝુકાવવું જોઈએ ત્યાં અક્કડતા, જેની આજ્ઞા શિરસાવંઘ ત્યાં વિવાદ, અને જે શાંતિથી સાંભળવું જોઈએ ત્યાં હકવાદને નામે હડકવા' આવી અનિષ્ટ દશા થઈ છે. વધુમાં એ બિચારાઓ, જેની આજ્ઞા નહિ માનવા યોગ્ય ત્યાં હાથ જોડે છે : આથી જ કહેવું પડે છે કે એ ભૂતને પરવશ થયેલાઓને ખરે જ ઉન્માદ જાગ્યો છે અને એમના એ ઉન્માદને જે પોષે તેની પાછળ તેઓ ફીદા ફીદા હોઈ મરી ફીટવાને તૈયા૨ છે અને દેવ, ગુરુ તથા ધર્મ કે જે એમના એ કારમા ઉન્માદને મચક નહિ આપતાં તેના નાશની શિખામણ આપનાર છે તેની સામે પણ જોવાને તેઓ તૈયાર નથી : આ ભયંકર દુર્દશાના પ્રતાપે જ, એ બિચારાઓ, પોતાની જે યુવાવસ્થા તારનારી છે તેને ડુબાડનારી બનાવે છે.
1689
ખરેખર યુવાવસ્થા એ બળવતી અવસ્થા છે. એ અવસ્થામાં વિચારોની હારમાળા હોય છે, અંગેઅંગમાં કૌવત હોય છે અને એ અવસ્થાથી ઊંચે પણ જવાય અને નીચે પણ જવાય, શક્તિમાન જો ક્ષમાશીલ ન હોય તો મારે કે મરે અને જો ક્ષમાશીલ હોય તો બચે અને બચાવે : એ જ રીતે યુવાવસ્થા છે કૌવતવાળી, કંઈ ફેંકી દેવા જેવી નથી : પણ જો એની યોગ્યતા નષ્ટ થાય તો એનાથી મનુષ્યભવમાં રતિભર પણ સુખ નથી અને આજનું સ્વતંત્રતાનું ભૂત એ અવસ્થાની યોગ્યતાને નષ્ટ જ કરનાર છે એટલું જ નહિ પણ એ ભૂતને પનારે
Jain Education International
૨૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org