________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
પડેલાઓની યોગ્યતા નષ્ટ થઈ પણ ગઈ છે : એના જ પ્રતાપે, આજના યુવકોની ‘શેઠનું ન માનીએ તો ખાઈએ શું, ઘરનું ન માનીએ તો ઘર ન ચાલે, ઘર ચલાવવું હોય તો ઘરનું માનવું જ પડે, પેઢી ચલાવવા અનેકની ગુલામી કરવી જ પડે, નોકરીમાં બધા હુકમ મનાય અને છ કલાકને બદલે સાત કલાક કામ પણ કરાય, પણ દેવ, ગુરુ અને ધર્મની વાત તો ફાવે તો, રુચે તો અને માનવી હોય તો જ માનીએ, નહિ તો કંઈ નહિ.’ આવા પ્રકારની માન્યતા થઈ ગઈ છે : આવા પ્રકારની માન્યતાના પ્રતાપે તેઓ, ‘અમે, મૂર્તિને દેવ નથી માનતા’ એમ કહીને ઊભા રહે છે પણ પોતાની રમણીના ફોટાને બટનમાં, વીંટીમાં કે ઘડિયાળના છેડામાં રાખતાં નથી શરમાતા, તેઓને, પ્રભુની મૂર્તિ જડ લાગે છે અને ૨મણીની મૂર્તિ ચેતનવંતી લાગે છે. ખરેખર શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો વિરોધ કરનારની પાસે ૨મણીની મૂર્તિ જોઈને આશ્ચર્ય થાય છે. જેને જોતાં દુનિયાની છાયા ભુલાય, વૈરાગ્યનાં ઝરણાં ઝરે એવી જિનમૂર્તિ જેને ન ગમે તેને પોતાની છાતી ઉપર ૨મણીની મૂર્તિ રાખવાનું ગમે છે એ શું આશ્ચર્યજનક નથી ? ભલે એ વાત આશ્ચર્યજનક હોય પણ એથી એટલું તો નક્કી થાય છે જ કે એ સ્વતંત્રતાના ભૂતના પ્રતાપે, એવાઓમાં વિકાસ નથી થયો પણ વિકાર થયો છે, એવાઓની બુદ્ધિ ખીલેલી નથી પણ બિડાઈ ગયેલી છે, માટે એમને મંદિર તથા સાધુ ગમતા નથી અને આગમની વાતોને સાંભળવા પણ તેઓ તૈયાર નથી. એ સ્વતંત્રતાના ભૂતે, આ રીતે દરેક હિતકર બાબતોમાં આજના યુવાનોને પાયમાલ કર્યા છે. એ ભૂતને વશ થયેલાઓ, દેવ, ગુરુ અને આગમને જ નહિ માને એમ નથી પણ તેઓ પોતાનાં માતા-પિતા આદિ વડીલને અને કોઈ પણ જાતની શિષ્ટ મર્યાદાને પણ નહિ માને : તેઓ, માત્ર માનશે ૨મણીઓને ! લક્ષ્મીને ! અને જમાનાની હવાને ! આવી દશામાં મૂકનાર સ્વતંત્રતાના ભૂતથી હિતના અર્થીએ બચી જવું જ જોઈએ.
૨૭૨
સુખ, મોહની મસ્તીમાં નથી પણ ધર્મરંગમાં છે :
આ ઉપરથી સ્પષ્ટ છે કે મનુષ્યગતિમાં પણ, સુખ મોહની મસ્તીમાં નથી પણ ધર્મના રંગમાં છે અને એથી જ ઉપકારી મહર્ષિએ ફરમાવ્યું કે ‘ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા' આ ચારે અવસ્થામાંથી એક પણ અવસ્થામાં સુખ નથી. જે અવસ્થામાં જ્ઞાન પ્રગટે અને વિરક્તભાવ આવે તે અવસ્થામાં સુખ
Jain Education International
1690
For Private & Personal Use Only
www.jainelibrary.org