________________
૨૧ : યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂત 115
૨૭૩
છે પણ એ સુખ મનુષ્યગતિનું નથી પણ મનુષ્યપણું પામીને મનુષ્યપણાને છાજતી થતી કાર્યવાહીને પ્રતાપે એટલે કે ધર્મરંગને લઈને એ સુખ છે.
1691
લક્ષ્મીવાન પણ સુખી હોય તો સંતોષથી છે. જેઓ સંતોષી નથી તેઓથી તો, પાંચમી ચીજના અભાવે ચાર સારી ચીજને પણ આનંદથી ખાઈ શકાતી નથી. કોચાધિપતિ થવાની ઇચ્છાવાળો લક્ષાધિપતિ પણ દુઃખી છે અને એથી અધિકવાળો થવાની ભાવનાવાળો કોટ્યાધિપતિ પણ દુઃખી છે. એ જ રીતે સર્વત્ર લાલસા એ જ દુઃખનું કારણ છે અને મોહની મસ્તીમાં લાલસાનું સામ્રાજ્ય વર્તે છે એ જ કારણે ધર્મરંગથી વંચિત બનેલાઓને આજે તો નથી શુભોદય ભોગવતાં આવડતો કે નથી અશુભોદય ભોગવતાં આવડતો. તમને મળ્યું છે એ છે તો શુોદય. મુંબઈ જેવું શહેર અને ગજબ જેવી આવક છે ને ? પણ જાવકના દરવાજા એટલા બધા છે કે ‘અકળામણ થાય.’ જાવક વાજબી છે કે ગેરવાજબી તે તમે જાણો. શુભ યોગે મળેલી સામગ્રીને કર્મની થિયરી સમજનારો ભોગવી જાણે નહિ તો બીજી આશાઓ અને વિચારો ઊલટા હેરાન કરે. આથી જ આજે તો અશુભોદયમાં જેમ મૂંઝવણ થાય છે તેમ શુભોદયમાં પણ થાય છે અને એથી ધર્મરંગ વિના મનુષ્યગતિમાં પણ સુખ નથી.
તીવ્ર પુણ્યોદયના અભાવે, મનુષ્યભવમાં પણ રોગ અને પરાભવ તો માથે બેઠેલા જ છે : યોગ અને વિયોગ પણ સાથે જ છે. આ બધું મનુષ્યગતિનાં દુ:ખોનું વર્ણન ચાલે છે એ ધ્યાનમાં રાખજો.
આ મનુષ્યભવમાં પણ વિવેકના અભાવે, ઇષ્ટના યોગની ખામીમાં શોક અને ઇષ્ટના વિયોગમાં અને અનિષ્ટના સંયોગમાં મહા દુઃખ. વળી તીવ્ર અશુભના ઉદયે ઘણાને બાલ્યકાળથી લઈને રોગ તથા પરાભવ તો ચાલુ જ છે. આ મનુષ્યભવ પામીને પરાભવમાં માન માનનારા પણ જીવે છે. ટુકડાની લાલસાએ દંડા ખાવા છતાં પણ પૂંછડી હલાવનારી જાતિ પણ છે ને ? કૂતરાને ચાર દંડા મારીને કાઢો અને ફે૨ ‘તુ, તુ,’ કરો તો આવે ને ? એ રીતે ગમે તેવા પરાભવોને પણ સન્માન માનનારી જાત મનુષ્યોમાં પણ જીવતી અને તે પણ નાનીસૂની નહિ પણ મોટી છે ને ?
સભા : હા સાહેબ ! હા, છે !
કૂતરો તો તિર્યંચ છે, એ બિચારો ન સમજે પણ મનુષ્ય, એમાં પણ શ્રી જિનશાસનને પામેલો ગણાતો તે પણ ન સમજે તો તેને કેવો ગણવો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org