________________
૨૭૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
--
સભા : ઘણો જ ખરાબ.
કૂતરાની જાતને તો ન ખબર પડે પણ માનવી, એમાં પણ આર્ય દેશમાં જન્મેલો, પ્રભુશાસનને પામેલો ગણાતો હોય એમાં જો અધમતા દેખાય તો જરૂર ખટકે. ટુકડા રોટલા માટે દંડા ખાઈ ભાગાભાગ કરનાર કૂતરાની કિંમત પણ શી બળી છે ? પણ મનુષ્યપણામાં પણ આર્ય દેશ, આર્ય જાતિ અને આર્ય કુળમાં જન્મેલાની, પોતાને મહાર્જન તરીકે ઓળખાવનારની, મહાન સુધારકના ઉપનામથી ભૂષિત થયેલાની તથા ઇલ્કાબ પર ઇલ્કાબ ધરનારની દશા જો આવી દાનમાં દીન હોય તો એ કેટલી તિરસ્કારપાત્ર દશા છે ! રૂડારૂપાળો સાધનસંપન્ન શ્રીમાન બળવાન છતાં ભીખ માગે એ કેવો લાગે ? સભા : ઘણો જ વિચિત્ર !
તો આથી સમજો કે મનુષ્યભવ પામીને પણ મોહની મસ્તીમાં પડેલાને સહજ પણ સુખ નથી અને મનુષ્યપણામાં જેઓ સુખી દેખાય છે તે પ્રતાપ મનુષ્યગતિને નથી પણ એમાં આવેલા શ્રી જિનેશ્વરદેવના ધર્મના રંગનો પ્રતાપ છે. ખરે જ સુખ મોહની મસ્તીમાં નથી પણ પ્રભુપ્રણીત ધર્મના રંગમાં છે. પણ આ વાત તો જ સમજાય કે જો સંસાર દુઃખમય સમજાય અને એ જ માટે ઉપકારીઓનો આ પ્રયત્ન છે. વિશેષ હવે પછી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org