________________
૨૨ ઃ આહાર અને નિદ્રા પણ રોગ છે
116
• એક પણ અવસ્થા દુ:ખરહિત નથી : • બંધનને પોષે એ સુખ કે દુઃખ ? - • તે જ માન્ય કે જે ધર્મને બાધક ન હોય : • નિદ્રા એ પણ પાપ : • પેટ, એ પણ પીડા :
• કલ્યાણ માટે સ્વયં કાં ન સહેવું? • દેવું પડે એ વાત જુદી !
• સમ્યગ્દષ્ટિ ઉદયને આધીન ન થાય : • સંસારનું સુખ દુઃખ રૂ૫ જ :
• અશુભના ઉદય આગળ ચાલતું જ નથી : • તપ, એ ભૂખરોગનું ઔષધ છે : વિષયઃ મનુષ્યગતિમાં ય દુઃખ ઃ આહાર અને નિદ્રા પણ દુઃખરૂપ જ.
ચારે ગતિઓમાં નકરું દુઃખ જ છે, સુખ ક્યાંય નથી – એ સમજાવતાં મનુષ્ય ગતિની દરેક અવસ્થામાં પણ કઈ રીતે દુઃખ છે, એ વાત સમજાવ્યા બાદ “આહાર અને નિદ્રા એ રોગરૂપ અને તેથી જ દુઃખરૂપ છે' - એ વાત ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. એમાં, બાલ્યકાળમાં અજ્ઞાન એ જ દોષરૂપ છે, તે જ વસ્તુને માન્ય કરી શકાય કે જે ધર્મના સિદ્ધાંતોને બાધક ન હોય, શરીરને આપવું જોઈએ અને આપવું પડેનો ભેદ, સંસારની દુઃખરૂપતા વગેરે બાબતોનું ધ્યાન કરી, તપ એ ભૂખરૂપી રોગનું તેમજ અપ્રમત્તતા એ નિદ્રારૂપી રોગનું ઔષધ કઈ રીતે ? એ વાત સમજાવી છે. પરાણે સહન કરી પાપકર્મનો બંધ કરવા કરતાં સ્વયં ઇચ્છાપૂર્વક સહી કર્મ કેમ ન કાપવાં ? એ પ્રશ્ન પૂછી કોઈપણ પ્રકારના કર્મના ઉદયને આધીન નહિ બનવાનું માર્ગદર્શન આપતાં બંધક મુનિવર, શ્રીકૃષ્ણ, બળદેવ અને કુમારપાળ મહારાજાનાં દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે.
મુવાજ્યાગૃત - નીતિનાં વચનો પણ જે ધર્મને માન્ય હોય તે માનવાં અને પ્રતિબંધક હોય તે છોડી દેવાં. • તે જ માન્ય કે જે ધર્મને બાધક ન હોય. • તપ એ માનપાન માટે નથી, શરીર સુધારવા માટે નથી પણ અનાદિકાળની ખાવાની ટેવ કાઢવા
માટે છે. • “આ જ વસ્તુ જોઈએ' - એ ગયું એટલે અડધું દુઃખ ગયું સમજો. • ભૂખ એ રોગ લાગે તો તપ સુંદર થાય. • શરીર એ જ દુઃખ છે, તો એને પોષવાનાં સાધનો તો મહાદુઃખ છે. • નિરારંભીપણા વિના સંયમની સાધના શક્ય નથી. ૦ નવરાને ઊંઘ આવે, કામગરાને ન આવે.
ગમે તેવા રંગરાગમાં મૂંઝાવું નહિ, એ શુભદયનો ભોગવટો છે અને “આ મારું માની એને આધીન થવું એ ગુલામી છે. જૈનશાસનનો શ્રીમાન શ્રીમંતાને ન ગણે તથા દરિદ્રી દારિત્ર્યને ન ગમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org