________________
૧૭ : બાહ્યત્યાગની મહત્તા :
111
• સંસાર, એ સુખનો વિરોધી છે :
જૈનકુળમાં જૈનજીવનની ઝળક કેમ ન હોય ? • મતભેદ વિનાની વાત :
પાપથી બચાવવો, એ જ એક હેતુ : • બાહ્યત્યાગ, આંતરત્યાગનું કારણ છે : • સુંદરનું પરિણામ સુંદર : ક્ષુલ્લકકુમાર : • બાહ્યત્યાગ પણ કેળવવો જ પડશે !: • શુદ્ધ સંસ્કાર અને સંસર્ગનો પ્રતાપ : • શ્રદ્ધા વિના કરેલો ત્યાગ જો ફળે તો - પડેલાને કે પડતાને ઉન્નત કરવો એ જ ધર્મ : શ્રદ્ધાયુક્ત કેમ ન ફળે ?
• વિપરીત ભાવનાનું પરિણામ : • સ્વરૂપ સમજાય તો સઘળું જ આવે : • જરૂરી વિચારના અભાવનું પરિણામ : • જૈનને, જાત પહેલી કે ધર્મ પહેલો ? વિષય : બાહ્યત્યાગ એ આંતરત્યાગનું કારણ કઈ રીતે બને?
સંસાર એ દુઃખરૂપ જ છે, એમાં સુખ અંશમાત્ર નથી અને સુખ તો એક સંયમમાં જ છે. એ વાતથી ભૂમિકા રજૂ કરી હૃદયપૂર્વકના ત્યાગથી આ સંસારમાં ય સુખનો અનુભવ થાય એ વાત જણાવી છે. એ ત્યાગ માટે બાહ્યત્યાગ પણ અતિઆવશ્યક મનાયો છે. નિમિત્તવાસી આત્મા હોવાથી સારાં નિમિત્તે ચડે અને નબળા નિમિત્તે એ પડે માટે નબળાં નિમિત્તોથી આઘા રહેવું ને હંમેશાં સારાં નિમિત્તોને સેવતા રહેવું એ સુખી થવાનો માર્ગ છે. એ વાતને સ્પષ્ટ કરવા અનેક યુક્તિઓ રજૂ કરી છે. જૈન શાસ્ત્રોક્ત શુલ્લકકુમારની કથાના આધારે લજ્જાદિક ગુણોથી સંયમમાં સ્થિર રહેનાર મહાત્માની વાત રજૂ કરી બાહ્યત્યાગની મહત્તા સુપેરે સ્થાપિત કરી છે. આ જ વાતના અનુસંધાનમાં બાલ્યકાળથી દીક્ષા શા માટે ? સંસ્કારોની જરૂર શી ? પડેલા કે પડતાને ચડાવવો એ ધર્મ કેમ ? વગેરે બાબતોની ચર્ચા કરતાં દશાર્ણભદ્ર અને ઈન્દ્રનો પ્રસંગ પણ વર્ણવ્યો છે.
મુવાક્યાતૃત • મળેલી ચીજને નહિ ભોગવવાની ભાવનામાં ત્યાગ છે; જ્યારે ખૂટી જાય માટે ન ભોગવવું એ
ભાવનામાં કૃપણતા છે. • જેટલે અંશે સંસાર છે, તેટલે અંશે દુઃખ છે જ અને જેટલો છૂટટ્યો છે તેટલું જ સુખ છે. • જેના બાહ્ય સંયોગો ખોટા એના આંતર સંયોગો બગડવાનો ભારોભાર સંભવ છે, જ્યારે જેના બાહ્ય સંયોગો સારા છે, એના આંતરસંયોગો બગડવાનો સંભવ પ્રાયઃ નથી. શ્રદ્ધાપૂર્વકનો બાહ્યત્યાગ, એ આંતરત્યાગને લાવ્યા વિના રહેતો જ નથી. સમ્યગ્દષ્ટિને, જાત કરતાં પણ પ્રભુશાસનની કિંમત વધારે લાગે. આજે જિંદગી થોડી છે અને સાધનો ઘણાં છે, છતાં ધર્મ ન સધાય તો એ સૂચવે છે કે, જાત કરતાં ધર્મ પહેલો મનાયો નથી. બાલ્યકાળથી જ ચડાવવાની વિધિ બાંધવાનો જ્ઞાનીઓનો હેતુ પણ એ જ છે કે પ્રાણીમાત્ર પાપથી બચે ?' આરાધનાને લાયક શુદ્ધ સંસ્કાર અને શુદ્ધ સંસર્ગ આત્માને ભયંકર દોષોમાંથી બચાવી લે છે, એ નિઃસંશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org