________________
૧૬ : સત્યની રક્ષા માટે સક્રિય બનો ઃ - 110
ન
થાય કે તરત જ જુદા. ‘શું પામ્યો ?’ એવું કદી છોકરાને પૂછ્યું હોત તો આ પરિણામ ન આવત. પોતાનો છોકરો દુનિયામાં ડિગ્રીધર કે પદવીધર બને, એને ખુરશી મળે એમાં વાહ વાહ માની, એવી ખોટી વાહ વાહમાં મૂંઝાવાનું પરિણામ એ આવ્યું કે એ જ છોકરાઓ માબાપને ઘરની હેઠે ઊતરવાનું કહી દે છે. એવા દીકરાઓ સ્પષ્ટ કહે છે કે ‘આજ સુધી તો તમે ગાદીએ બેસતા તે ઠીક પણ હવે તમારું કામ નથી, હવે રાજ અમારું છે. માટે હેઠે ઊતરો.' એ જ છોકરાઓમાં જો પહેલેથી જ ધર્મના સંસ્કાર પાડ્યા હોત તો તે દીકરાઓ બાપાજીની પૂજા કરત. એમ નહિ કરવાના પરિણામે તેઓ કહે છે કે ‘અમારા વગર તમને બાપ કહેત કોણ ?’ આ કઈ દશા ? એ જ રીતે આજે ઘણા કહે છે કે ‘અમે ન હોત તો શ્રી જિનેશ્વરદેવને કોણ પૂજત ?' આવી દશા આવે એ શું ઓછું શોચનીય છે ? પણ થાય શું ? ખોટી વાહવાહમાં મૂંઝાઈ જવાય અને ક૨વા યોગ્ય ન કરાય એનું પરિણામ આવું આવે એમાં આશ્ચર્ય પણ શું છે ? સ્પષ્ટ શબ્દો કહી શકાય તેમ છે કે ‘ઘરમાં, કુટુંબમાં અને આડોશીપાડોશી આદિમાં જે સ્થિતિ કેળવવી જોઈએ એ ધર્મીએ નથી કેળવી, એના જ પરિણામે આ દશા આવી છે એ નિ:સંશય છે.’ અને એનો હેતુ એ છે કે જ્ઞાનીઓએ વર્ણવેલી સંસારની દુ:ખમયતા જે રીતે સમજાવી જોઈએ તે રીતે સમજાઈ નથી. એ સમજાયા વિના ધર્મની આરાધના તરફ લક્ષ્ય થતું નથી અને એ કરાવવાનો આ ઉપકારીઓનો આ પ્રયત્ન છે. હજુ પણ ઉપકારીઓ શું ફરમાવે છે એ હવે પછી -
1617
Jain Education International
For Private & Personal Use Only
૧૯૯
www.jainelibrary.org