________________
૧૯૮ -
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
-
16te
જેથી જમીન હાલે, પોચી થાય અને અંકુર આખોયે નીકળી જાય જેથી ફરીને ઊગે નહિ. સ્વજનધૂનન પણ એ જ રીતે કરવાનું કે જેથી ફરી બાપાજી કે કાકાજી કોઈ યાદ ન આવે. છેલ્લે ધૂનન સત્કાર-સન્માનનું છે. વંદનાને સાધુ વિપ્ન માને. સાધુને વંદના એ તમારા માટે કલ્યાણકર છે પણ એમાં જો સાધુ ભૂલે તો એ જ વંદના સાધુ માટે વિદનકર છે. એ વંદનામાં ફુલાવું એ નાશની કારવાઈ છે. મુનિ તો વિચારે કે “આ વંદના સંયમને થાય છે, જેને જગત આ રીતે ઝૂકે છે તેને માટે કેવી રીતે સાચવવું જોઈએ ?” આ વિચાર, જેને હું અને મારું એ ભાવના ન હોય એનાથી થાય અને એનાથી જ સાચી સાધના સધાય.
આથી એ વાત સ્પષ્ટ થાય છે કે ખોટી વાહવાહમાં મૂંઝાનારા આત્માઓ, વસ્તુને સમજી પણ નથી શકતા અને આરાધી પણ નથી શકતા.' આ કારણથી ધર્મીમાત્રે, પોતાની ફરજ સમજવી જોઈએ. આજના ધર્મીઓ :
‘સાધુઓએ પોતાનાં માનસન્માનની કારવાઈથી નિર્લેપ રહી શાસનનાં સત્યોનો નિર્ભીકપણે પ્રચાર કરવો જોઈએ અને શ્રાવકોએ પોતાના શ્રાવકપણાની આરાધના કરવા સાથે પોતાના સાધર્મીઓ ધર્મમાં સ્થિર બને અને દૃઢ થાય એવા પ્રયત્નો નિરંતર કર્યા કરવા જોઈએ.' આ દૃષ્ટિએ આજના ધર્મીઓનો વિચાર કરીએ તો જરૂર નિરાશા ઊપજે તેવું છે. આજના ધર્મીએ, અપવાદ બાદ કરતાં ધર્મીને ધર્મમાં ટકાવવા માટે પેરવી જ કરી નથી એમ કહીએ તો ચાલે. પૂજા, પડિક્કમણું કે પર્વતિથિએ પૌષધ કરનારો, એ કરે જાય : પણ એ સિવાય બીજી કાર્યવાહી કે જે અવશ્ય કરવી જોઈએ તે પ્રાયઃ બંધ જ કરી છે. રોજ દસવિસ જણાએ મળવું, પરસ્પર વિચારો કરવા, સિદ્ધાંતોનો પ્રચાર કરવા યોજનાઓ કરવી આ બધી કાર્યવાહીનો લગભગ નાશ થયો છે. મારા આ કથનને ઊલટું ન લેતા, કારણ કે જેઓ કરે છે તેઓને ધન્યવાદ છે અને થાય છે તેટલું પણ ઠીક છે પણ આ તો મોટે ભાગે જે છે તે હું કહું છું. આ દુનિયામાં બધાં જ મંતવ્યોની સોસાયટી છે. ખરાબ સિદ્ધાંતોના પ્રચાર માટે પણ સોસાયટી છે. એક માણસને પોતાના વિચાર ફેલાવવાનું મન થાય કે ઝટ દશને ભેગા કરે છે અને તમે એવા નચિંત છો કે એને પણ ભેગા ન કરો.
વધુમાં આજના ધર્મીઓ, પ્રાયઃ કુટુંબને પણ કેળવી નથી શકયા. બાપના હાથમાં પોતાના બે છોકરા પણ ન હોય એવી આજની દશા છે. છોકરા મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org