________________
1915 - ૧૬ : સત્યની રક્ષા માટે સક્રિય બનો - 110 – ૧૯૭ વિના તમામ હકીકત સાચી કહી દે, પછી હું સલાહ દઉં અને બચાવની પીઠિકા ચણું.” આવું નહિ કહેતાં “ગમે તેમ જિતાવી દઈશ' એમ કહેનાર અને ખિસ્સા ભરી લેનાર, એ ધારાશાસ્ત્રી નથી પણ લોભીઓ લૂંટારો છે એમ જ કહેવાય. ગવર્નમેન્ટ, ધારાશાસ્ત્રીને પરોપકારી ગણ્યા છે. એનાથી ફી ન મગાય. અસીલ જો ફી ન આપે તો એનાથી દાવો ન થાય. કોર્ટ, એમને તો કાયદાના અજ્ઞાનીઓ ઉપર ઉપકાર કરનારા ઉપકારી માને છે.
સભા : આટલી હદની નામનાએ પહોંચ્યા છતાં પણ એ ઉપકાર કેમ નથી કરતા?
લાલચ, લાલસા તથા વાસના વધે ત્યાં ઉપકારની ભાવના મરી જાય છે. એ તો “આમ જિતાવી દઈશ” એમ કહીને ખિસ્સાં જ ભરે, છતાં ખૂબી એ કે કેસ હારી જવાય તો પણ અસીલને જ કહે કે “તમે ભૂલ્યા !” સ્વાર્થોધતાના પ્રતાપે આવી દશા એવાઓની થઈ છે !
ધર્મગુરુ પણ, શાસનના ધારાશાસ્ત્રી છે. પેલા ધારાશાસ્ત્રીઓએ તો, ઘરબાર કુટુંબ પરિવાર બધું રાખેલું છે ત્યારે આ શાસનના ધારાશાસ્ત્રી સાધુઓને તો ઘરબાર કુટુંબ પરિવાર વગેરેમાંનું કશું જ નથી હોતું. એ રીતનું હોય તો જ આ ધારાશાસ્ત્રીપણું બરાબર દીપે. જૈનશાસનના સાધુ એ મોટા ધારાશાસ્ત્રી છે. કોઈને પણ એ ખોટી સલાહ ન જ આપે. એ તો એક જ સલાહ આપે કે, “ગુનો કબૂલ કર. ગુનાની શિક્ષા ખમવા તૈયાર થા, પ્રાયશ્ચિત્ત લે અને ફરી ગુનો નહિ કરવાનો નિર્ણય કર તો તો કર્મસત્તામાંથી છોડાવવાની તાકાત મારામાં છે, એ વિના અમે એવા લાંચિયા નથી કે અમારા ભક્ત છે એમ કહીને તમને કર્મસત્તા પાસેથી બચાવીએ.'આવી સલાહ આપનારા મુખ્યતયા કોઈ હોય તો શ્રી જૈનશાસનના જ ઉપદેશકો છે અને એ જ કારણે આ વિશ્વમાં સાચા ધારાશાસ્ત્રી કોઈ હોય તો જૈન સાધુઓ જ છે. જેઓ પાપમાં જ રાચવાને ઇચ્છે છે તેઓ માટે આ ધારાશાસ્ત્રીઓ કામના જ નથી. કયો ધારાશાસ્ત્રી ગુનેગારને એવું સ્પષ્ટ કહી શકે ? તે જ કે જેને મારું-તારું ન હોય અને જેની સંસારપિપાસા ઘટી હોય. સાધુએ રાખવાની સાવચેતી :
આવા ધારાશાસ્ત્રીએ પણ સત્કાર તથા સન્માનથી સાવચેત રહેવાનું છે. ધૂનનમાં સ્વજનાદિનું ધૂનન કહેવાશે એમાં સૌથી છેલ્લે ધૂનન સત્કાર-સન્માનનું છે. ધૂનન એટલે મૂળથી ઉખેડવું. અંકુરને હલાવીને કાઢવો કે જેથી ફરીને ન ઊગે. અંકુર હલાવ્યા વિના ખેંચો તો ફરીને ઊગે પણ ખેંચતાં પહેલાં હલાવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org