________________
૧૯૬ - - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
- 1ળ4
હિતૈષીએ હિતકર વસ્તુ જ દેવી જોઈએ. આપણને આ વિશ્વમાં હિતેષીનું જ કામ છે. કારણ કે હિતેષી વિના હિત સંભવિત નથી અને હિતેષી તે છે કે જે રોષ-તોષની પરવા કર્યા વિના મર્યાદામાં રહીને હિતકર હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહે. આ જ કારણે વાચકચંદ્ર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ ફરમાવ્યું છે કે 'परउ रुसउ वा तुसउ वा,
हिया भासा भासिअव्वा ।' સામાને રોષ થાય કે તોષ થાય એની ચિંતા કર્યા વિના સામાને હિતકર ભાષા અવશ્યમેવ કહેવી.
અજ્ઞાની આત્માને સાચું કહેતાં રોષ થાય એમાં નવાઈ નથી પણ એથી હિતચિંતકે ગભરાવું જોઈએ નહિ. હિતચિંતકે, સામો રોષાયમાન થાય એથી ગભરાવાનું નથી પણ સામો ઊભગી ન જાય એની કાળજી અવશ્ય રાખવાની છે. અજ્ઞાનીને ઉન્માર્ગથી બચાવી સન્માર્ગમાં સ્થાપન કરવો એ જ હિતૈષીનું કર્તવ્ય છે.
કેટલાક કહે છે કે, “જો સાધુસંસ્થા જીવતી રાખવી હોય, સાધુપણાનું ગૌરવ સાચવવું હોય તો સાધુઓએ જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવું જોઈએ અને કોઈ પણ જાતની ટીકા-ટિપ્પણમાં ન ઊતરવું જોઈએ.' આવું કહેનારાઓને સાંભળી લેવા એ હિતેષીપણું નથી, કારણ કે ધર્મગુરુની તો ફરજ છે કે તેણે જનતાના હિતની ખાતર અસત્યના ઉમૂલનપૂર્વક સત્યનું સંસ્થાપન જોરશોરથી કરવું જોઈએ અને આજ્ઞાથી ઉપરવટ થઈને પણ ધર્મી બનવા માગનારાઓને સાફ શબ્દોમાં જણાવી દેવું જોઈએ કે “ધર્મી તરીકે જીવવું હોય તો પોલ ન જ ચલાવવી જોઈએ. ધર્મી થવું હોય તો આજ્ઞાને - આગમને આધીન થવું જ જોઈએ. આ પ્રમાણે સ્પષ્ટ કહેવામાં જ ઉદ્ધાર છે.
સભા : પણ સાહેબ ! મોટે ભાગે એવું ને એટલું સ્પષ્ટ કહેવાયું જ નથી.
નથી જ કહેવાયું એમ નથી પણ કહેવાવું જોઈએ એવું નથી કહેવાયું. ધારાશાસ્ત્રી સાચો કયો ?
દુનિયામાં પણ સાચો ધારાશાસ્ત્રી તે જ ગણાય કે જે અસીલ પાસેથી સાચી વાત પૂરી મેળવે. સાચો ધારાશાસ્ત્રી અસીલને સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે “ફરી ગુનો નહિ કરવાની શરતે બચાવ કરું, પણ તે પહેલાં એક પણ વાત છુપાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org