________________
૧૩
– ૧૬ઃ સત્યની રક્ષા માટે સક્રિય બનો - 110
– ૧૯૫
બોલવાની છૂટ બધાને જોઈએ છે અને બધાએ એ છૂટ લીધી એનું જ બૂરુ પરિણામ છે. આ છૂટ હોય તો પરિણામે એક ઘરમાં પણ રોજ દશ મારામારી થાય. એવી છૂટ કેમ જ અપાય ? છૂટ હિતકર જ હોવી જોઈએ ?
ગમે તેવા સમજદારને પણ હિતકર જ બોલવાની છૂટ હોવી જોઈએ. શાસ્ત્ર તો કહે છે કે જે હિતકર હોય તે જ બોલાય. શાસ્ત્ર એને જ સાચું કહે છે. હિતકર એ જ સાચું છે. કડવી પણ દવા ન ભાવે, ન ગમે, ગળે ન ઊતરે એવી કડવી દવા છતાં મા કહે કે “ભાઈ ! આ દવા મિઠ્ઠી છે,' દવા કડવી છે છતાં મિઠ્ઠી કરીને પી જા.” આવું કહેનાર મા, વ્યવહારમાં સાચી કે ખોટી ? સાચી. તો, સ્પષ્ટ જ છે કે હિતકર હોય એ જ સાચું. પથ્ય એ જ હિતકર. દરદીને ખાટું, ખારું ખાવાનું મન થાય જ પણ વૈઘ એને મગના પાણી પર જ રહેવાનું કહે. મગનું પાણી દરદીને પ્રિય નથી, એમાં સ્વાદ પણ નથી છતાં વૈદ્ય દરદીને કહે છે કે “તારા માટે એ પથ્ય છે, હિતકર છે અને દૂધ સારું છે, પોષક છે, કીમતી તથા મજેનું છે, છતાં પણ તે તારા માટે નકામું છે. તારા માટે તો મગનું પાણી, તે પણ નિતારેલું પાણી જ પથ્ય છે. મગના પાણીમાં પણ ફોતરું ન આવી જાય, પાણીથી વધુ જાડું એ પાણી ન પાય, માત્ર મગનો પાસ આવે એવું જ પાણી પીવાની છૂટ છે પણ બીજી છૂટ નથી.” આ જ રીતે દરેક વિષયમાં છૂટ હિતકર જ હોવી જોઈએ. હિતેષીનું કર્તવ્ય :
આપણો મુદ્દો એ છે કે હિતકર એ જ સાચું છે.' હિતકર નથી એ સાચું હોય તો પણ ખોટું છે. જે નાશક છે તે સાચું હોય તોયે ન બોલાય. હિત, મિત, સત્ય અને પ્રિય - આ ચારે ગુણવાળા વચનથી કામ થાય તો તો સર્વોત્તમ. એમ થતું હોય છતાં બીજું વચન વાપરે તો દોષ લાગે. ત્રણે ગુણવિશિષ્ટ સત્ય બોલવાથી સામો બચે, સામાને લાભ થાય તો બીજા વચનનો ઉપયોગ ન કરવો. હિતકર, પ્રિય, સત્ય તથા પરિમિત એટલે સામો કંટાળે નહિ એવું પ્રમાણોપેત, આ બધું હોય તો જોઈએ જ શું? આ ચાર લક્ષણમાંથી ભલે ત્રણે લક્ષણ ચાલ્યાં જાય, માત્ર હિતકર રહે તો પણ એ સાચું છે, અને જો એ હિતકર ન હોય તો પેલાં ત્રણે લક્ષણ છતાં એ ખોટું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org