________________
૧૯૪ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ -
-
18
પ્રયત્ન કરે ? અને અન્ય નહિ પામેલાને પમાડવા કેવા પ્રયત્ન કરે એ જાણ છો ? નહિ સમજનારાને ધર્મમાં લાવવા માટે કંઈ જાણવા જેવું કર્યું છે? લોકો પોતાનો એક વિચાર ફેલાવવા મીટિંગ પર મીટિંગ કરે, પચાસ માણસ મળ્યા હોય તો પણ પાંચસો લખે, છાપામાં મોટા અક્ષરે ગંજાવર મેદની લખે અને હજારો રૂપિયા ખર્ચે જ્યારે તમે તમારી સત્ય વસ્તુને ફેલાવવા માટે કરવા યોગ્ય શું કરો છો ? જેઓ કરે છે તેઓને ધન્યવાદ છે. જેટલું કરે છે તેટલું પણ ઠીક છે પણ એ લોકો જે પ્રમાણમાં કરે છે એથી કેટલાય ગણું કરવું જોઈએ એમ કહેવાનો મારો આશય છે. એ લોકો કરવામાં બાકી નથી રાખતા. મુંબઈમાં સ્ટ્રીટનાં નામ તો મોટાં હોય. પચાસ માણસ માય એટલો હૉલ હોય પછી પંચાવન આવ્યા હોય તોયે ચીકાર તો ગણાય અને ચાલીસ આવીને પહોળા બેસે તોયે ચીકાર ગણાય. આવી રીતે કામ કરીને સઘળા જૈનોના મતે જણાવે એવા એ છે. ખોટી વસ્તુના પ્રચાર માટે એ લોકો આટલું કરે છે તો જો તમે ઉચિત પ્રયત્ન કરો તો તમારી સાચી વસ્તુના પ્રચારમાં વાર નહિ લાગે.
જનતા ધર્મ નથી ઇચ્છતી એમ ન માનો. ધર્મ તો સૌને ઇષ્ટ છે. ધર્મના પ્રત્યે અભાવવાળો વર્ગ બહુ નથી. એને સમજ નથી એને લઈને અભાવ દેખાય છે એ વાત જુદી. તમારા સહવાસમાં આવનારા એવાઓ ધર્મ પામે અને પાળે એવું કંઈ તમારી પાસે છે ? ખોટી છૂટનું પરિણામ : સભા : અમારી પાસે તો મહારાજ છે, બધાને ખેંચી લાવવાની ગોઠવણ અમારી,
ઉપદેશની કરણી તમારી, સાંભળવું હોય તે આવે, છેટે રહી રાડ પાડે એનો
ઉપાય શો ? એક ભાઈ – હવે તો ગાળો દે છે, માત્ર રાડો નથી પાડતા.
બચકે આવે એ ગાળો પણ દે, એ ભલે દે, એ વાતને અડવું જ નહિ. જાતિસ્વભાવ હોય એમ વર્તાય. કસ્તુરી પાસે લસણ મૂકો તો કસ્તૂરીની સુગંધ જરૂ૨ દબાય. કહેવત પણ છે કે નાગાથી પાદશાહ પણ આઘા. શહેનશાહતથી ચૂંટાઈને આવેલા અમલદારને પણ બંધ બારણે ભાગવું પડે છે. મુદ્દો એ છે કે લડત લડતના રૂપથી નાશ પામી છે કારણ કે મિથ્યાભાવ વધ્યો છે. બાકી સમ્યગ્દષ્ટિ તો તેનું જ નામ કે જે વિચાર વિના એક કદમ પણ ન ભરે. પણ આજે મોટે ભાગે બોલવા-ચાલવાનું વગર વિચારનું છે. પોતાને લાગે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org