________________
161 – ૧૬ઃ સત્યની રક્ષા માટે સક્રિય બને ? - 110 – – ૧૯૩ એથી સો ગણા પ્રયત્ન સાચી વાતનો પ્રચાર કરવા તમારે કરવા જોઈએ. ભલે પેલા વચલા વર્ગને બે જણા ગમે તેમ કહી જાય પણ આ વર્ગના ચાર જણા કહે તો એ પણ ફરે, આથી જ એવાઓ દયાપાત્ર છે, પણ તિરસ્કારને પાત્ર નથી. એવા વર્ગની તરફ તો ધર્મીના હૃદયમાંથી પ્રેમના ફુવારા જ ફૂટવા જોઈએ. એવાઓ પ્રત્યે જરા પણ દ્વેષ ન હોવો જોઈએ કારણ કે એ બિચારાઓમાં ઇરાદાપૂર્વકનો દોષ નથી હોતો. બેશક ! અજ્ઞાન એ મહાદોષ છે પણ એ કંઈ એકદમ ઓછો જ નીકળે ? એ કાઢવા માટે તો અવિરત પ્રયત્નો જોઈએ પણ તમે તો એવા છો કે તમારી સાચી વાત પણ, જાણે થોડા : કારણ કે તમે ઠંડા, બેદરકાર અને એથી એટલા જ તમે ધર્મના ઉપાસક ઓછા. જે વસ્તુ તમને સમજાય છે તેનો પ્રકાશ કરવામાં તમે આટલા બધા ઢીલા કેમ ? એનો પ્રચાર કરવાની મનોવૃત્તિ કેમ નથી થતી ? ભગવાનનું શાસન બીજા કેમ અને ક્યારે પામે એ કેમ નથી થતું? ઉદ્યાપન, ઉત્સવો, વરઘોડા એ બધું શા માટે વિહિત છે? એ જ માટે કે એનાં દર્શનથી ઘર્મ પામેલાઓ વધુ દઢ થાય ઢીલા હોય તો, મજબૂત બને અને જેઓ અજ્ઞાન છે, ભદ્રિક છે, બાહ્ય શોભા જોવાને ટેવાયેલા છે તેઓ આવાં અનુપમ અને અજોડ બાહ્ય આલંબનો દ્વારા ધર્મને પામે અથવા ધર્મની પ્રાપ્તિની સન્મુખ થાય. અનંત ઉપકારીઓએ બહુ જ વિચારીને એ બધું નિયત કરેલ છે.
આલંબન વિના ઊંચા અવાય એવું હૃદય હોતું નથી. ધર્મ માટે પણ આલંબનની જરૂર છે તો બિચારા અજ્ઞાની કે જેઓ ધર્મને પામ્યા જ ન હોય તેઓને આલંબન કેમ ન જોઈએ ? તમે દેરે ઉપાશ્રયે જનારા, શાસ્ત્રને સાંભળનારા પણ વાત વાતમાં ઢળી જાઓ છો તો પેલા કે જેઓ દેરે જતા નથી, ઉપાશ્રયે જતા નથી કે શાસ્ત્ર સાંભળતા નથી એ ઢળી જાય એમાં તે દયા આવે કે ગુસ્સો? એના પર ગુસ્સો ન હોય પણ દયા જ હોય. ભાવદયા ઘટી, એનું પરિણામ :
જે દેરે ઉપાશ્રયે ન આવે : જેઓને સાધુ પાસે આવવું કે શાસ્ત્ર સાંભળવું ન ગમે : જેઓને પૌષધમાં કંટાળો આવે : જેઓને પડિક્કમણામાં રસ ન પડે : જેઓને સામાયિક કરવું એ પણ ન ગમે ? તે બિચારાઓ ગબડે એમાં નવાઈ શી? એવાઓ ગબડે છે એ ધર્માત્માઓની ભાવદયા ઘટી છે એનું પરિણામ છે. ભાવદયાથી દયાળુ બનેલા શ્રાવકો સાધર્મિક ભાઈને ધર્મમાં સ્થિર કરવા કેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org