________________
૧૯૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
સભા : એટલું જ નહિ પણ એવાઓ તો જ્ઞાનીના દુશ્મન છે અને દુશ્મનોને વધારે છે !
એવાઓ દુશ્મન રૂપે વધે અને દુશ્મનોને વધારે એમાં જ જ્ઞાનીની મહત્તા સૂચિત થાય છે. જ્ઞાનીની પાછળ અજ્ઞાનીનું મોટું જૂથ હોય જ એ સનાતન નિયમ છે. સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ શાશ્વત ચીજ છે. સમ્યક્ત્વનો માર્ગ સ્થપાય કે મિથ્યામાર્ગના અંકુરો ફૂટવા જ માંડે. આ દુનિયામાં જેમ તરનારા હોય છે તેમ ડૂબનારા પણ હોય જ છે. વળી સંસારની પિપાસા જેઓને રોમેરોમે ભરી છે અને જેઓ મોક્ષના જ વૈરી છે, તેઓ જ્ઞાનીઓના વૈરી બનીને વૈરી વધારવા સિવાય બીજું કરે પણ શું ? બાકી જે અજ્ઞાની વિરોધ કરે છે, એ તો દયાપાત્ર જ છે.
1610
અજ્ઞાની ઉપર દયા હોય પણ રોષ ન હોય :
અજ્ઞાનીને તો જેવી છાયા મળે એવા મહાલે. એ તો સોલ્જર જેવા. સોલ્જર તદ્દન અભણ હોય. એને કંઈ જાણવા જ ન દે. સોલ્જરનું કામ તો નાયકના ઑર્ડર મુજબ અમલ કરવાનું. નાયકનો હુકમ છૂટ્યો કે ગોળી છોડે, એ ન જુએ બાપને કે ન જુએ શહેનશાહને પણ એ સૈનિક તો નાયકને ઓળખે. સોલ્જરને એવા સ્થાનમાં રાખે કે કંઈ એનાથી સમજાય જ નહિ. એ તો મૂર્ખાના સરદાર. અણસમજની દૃષ્ટિએ આ વાત છે. એને તો ખવરાવે, પીવરાવે અને કામ પડે ત્યારે દોડાવે. એ રીતે અજ્ઞાનીવર્ગ પણ મોટો છે અને એ દયાપાત્ર છે, કારણ કે એ પરાધીન છે. એ વર્ગ તરફ દુર્ભાવના ન થાય, દુર્ભાવ થાય તો પ્રાયશ્ચિત્ત લેજો. એ બિચારા કોઈકના નચાવ્યા નાચે ત્યાં તે દયા હોય કે ગુસ્સો ? એમને સમજાય કે આ ખોટું થાય છે તો તો એ લોકો પણ રોઈ ઊઠે, કારણ કે એ તો કોમળ અંતઃકરણના છે. અજ્ઞાનીવર્ગને સમજાવી શકાય એવી લાઇટ પહોંચાડવી એ મુશ્કેલ નથી પણ વિરોધીવર્ગ જેવું પ્રચારકામ તમારું નથી. સચોટ ધર્મીવર્ગ નાનો છે અને વિરોધીવર્ગ તો એથી પણ ઓછો છે. બાકીનો બધો વર્ગ વચલો છે. એ વર્ગમાં જેની દોડ ઝાઝી એની અસર ઝાઝી. એક ખોટી વાત ફેલાવવા એ વર્ગ મોટ૨ ૫૨ મોટર દોડાવે. જ્યારે આ વર્ગ તો ‘આપણે શું !’ એમ કરીને અટકે એટલે એના વિચાર આટલામાં જ રહે, એમાં દોષ કોનો ? એ વિચારો.
અજ્ઞાની તો બિચારા જેવી વાત આવે એમ બોલે એવા છે. જો તમને એમની દયા આવતી હોય તો ખોટી વાતનો પ્રચાર કરવા એ વર્ગ જેટલા પ્રયત્ન કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org