________________
૧૭: બાહ્યત્યાગની મહત્તા :
સંસાર, એ સુખનો વિરોધી છે :
સૂત્રકાર પરમર્ષિ શ્રીસુધર્માસ્વામીજી મહારાજા, આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે પ્રથમ ટીકાકાર મહર્ષિ શ્રીશીલાંકસૂરિજી મહારાજા, ફરમાવી ગયા કે ચાર ગતિરૂપ સંસારમાં, એ ચાર ગતિ પૈકીની કોઈપણ ગતિમાં સુખ નથી. ચારે ગતિનાં દુઃખોનું વર્ણન, સંસારવર્તી પ્રાણીને નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ થાય એ માટે છે. નિર્વેદ તથા વૈરાગ્ય થયા વિના શ્રી જિનેશ્વરદેવનું શાસન રુચિકર થતું નથી.
સંસાર ઉપર નિર્વેદ ન આવે, પૌદ્ગલિક પદાર્થો ઉપર વિરાગ ન થાય ત્યાં સુધી પ્રભુમાર્ગ રુચિકર ન થાય. એ જ હેતુ માટે ચારે ગતિનાં દુઃખ વર્ણવતાં ટીકાકાર પરમર્ષિ, પ્રથમ નારકનાં દુઃખોની વાત કરી ગયા : તથા તિર્યંચગતિની વાત કરતાં પણ ફરમાવી ગયા કે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયના જીવો, સ્થાવર નામકર્મના ઉદયથી ગમે તેવી આપત્તિમાં પણ ખસી કે ચસી શકતા નથી અને તાડન, તર્જન, છેદન,ભેદનાદિ અનેક પ્રકારની પીડાઓ અનંતકાળ સુધી પણ સહન કરે છે. ગમે તેવી આપત્તિ વખતે એ જીવો ધારે તો પણ દુ:ખના સ્થાનમાંથી સુખના સ્થાનમાં જઈ શકતા નથી. દુ:ખ ભોગવીને અકામ નિર્જરાના યોગે ઊંચે ચડે એ વાત જુદી છે : પણ એ જીવો, એ અવસ્થામાં રહ્યા છતાં સ્વયં દુઃખના સ્થાનમાંથી સુખના સ્થાનમાં જઈ શકતા નથી. આપણે, જેમ તડકેથી છાંયે જઈએ તેમ જીવો જઈ શકતા નથી, કેમ કે એ જીવોને, સ્થાવર નામકર્મનો ઉદય હોય છે. ગમે તેવી આપત્તિ આવે તે બધી એમને તો સહેવી જ પડે છે. કારણ કે એ જીવોને, કર્મની કારમી પરાધીનતા છે. એ રીતે દુઃખ ભોગવવાં પડે એના કરતાં આરાધના કરતાં આવી પડતી તકલીફને ઇરાદાપૂર્વક ભોગવવી સારી છે. ઇચ્છાપૂર્વક તકલીફ ભોગવવાથી કામ થાય છે જ્યારે ત્યાં ભોગવવું પડે છે અને ઇચ્છિત કામ થતું નથી. ખાવા ન મળે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org