________________
૨૦૨ --------- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -
-
1
ભૂખ ભોગવીએ એમાં નવાઈ નથી પણ પદાર્થો હોય છતાં ભૂખ ભોગવાય ૨ નવાઈ છે.
જે ચીજો માટે દુનિયાના પામર મનુષ્યો, ભીખ માગે અને અનેકની ગુલામ કરે : તે ચીજો નજર સન્મુખ છતાં, જેઓ એની ઉપેક્ષા કરે છે અને ઉપેક્ષા કરીને જેઓ એને તજે છે તેના જેવા દુનિયામાં મહાપુરુષો કોણ? પણ આ દશા આવવા માટે સંસારની દુઃખમયતા સમજાવી જોઈએ. એ જ મુદ્દાથી ઉપકારીઓ ફરમાવે છે કે તે તે ગતિમાં જે જે વિપાકો રહ્યા છે તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. આ જ કારણે પણ ન ખાય ત્યાં દોષ કૃપણતાનો છે માટે એ હીણભાગી કહેવાય પણ ઉપવાસ કરે અને એ માટે ન ખાય એ તો આરાધક છે. મમ્મણ શેઠ, તેલ તથા ચોળા ખાતો તે ત્યાગથી નહિ પણ માત્ર પોતાની કૃપણતાથી જ. કોટ્યાધિપતિ, અણાહારીપદની આરાધના માટે માસખમણ કરે તો કહીએ કે આવો શ્રીમાન પણ આવો તપ કરે છે ! ખરેખર ધન્ય છે એને ! “પણાતામાં તથા ત્યાગમાં અંતર છે. મળેલી ચીજને નહિ ભોગવવાની ભાવનામાં ત્યાગ છે ત્યારે ખૂટી જાય માટે ન ભોગવવું એ ભાવનામાં પણતા છે. કૃણતાથી બચવાનું છે જ્યારે ત્યાગને ભજવાનો છે પણ એ વાત ત્યારે જ બને કે જ્યારે સંસારની વિષમતાનો ખ્યાલ આવે.
“સંસારમાં એટલે કે ચારે ગતિમાં સુખ નથી' - આ વાત બરાબર સહાય ત્યારે જ એ વસ્તુ બને. વિષયકષાયરૂપ સંસારને તથા સુખને મેળ જ નથી. એ સંસાર હોય ત્યાં સુખ હોય જ નહિ.' - આ વસ્તુ બરાબર પચી જવી જોઈએ. આ વસ્તુ જેઓને સમજાય તેઓ તો સમજી જ જાય કે સંસાર, એ સુખનો વિરોધી છે.' મતભેદ વિનાની વાત :
સભા : મુનિને પણ સંસાર તો છે જ.
જેટલે અંશે સંસાર છે તેટલે અંશે દુઃખ છે જ અને જેટલો છૂટ્યો છે તેટલું જ સુખ છે. જેટલી શરીરની મમતા એટલું દુઃખ અને મમતા છૂટી એટલું જ સુખ. આ રીતે માનવામાં વાંધો નથી. “જેટલે અંશે સંસાર તેટલે અંશે દુઃખ અને એનો ત્યાગ એટલું સુખ એ વાતમાં બે મત છે જ નહિ. લોભ એ દુઃખ છે અને સંતોષ એ સુખ છે, કારણ કે લોભ એ સંસાર છે અને સંતોષાદિ સદ્ગણો એ મોક્ષસુખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org