________________
11.
————- ૧૭ : બાહ્યત્યાગની મહત્તા : - 111
-
૨૦૩
અણુઓ છે. મુનિને પણ, શરીર આદિની મમતા આદિરૂપ જેટલો સંસાર છે તેટલું દુઃખ છે જ એ કારણે “જેટલો સંસાર તેટલું દુઃખ અને જેટલો સંસારનો ત્યાગ તેટલું જ સુખ” આ મતભેદ વિનાની વાત છે.
શ્રી જૈનશાસન, સંસારમાં સુખ મનાવતું જ નથી : એ જ કારણે શ્રી જૈનશાસન, આ સંસારમાં એક ધર્મને જ ઉપાદેય તરીકે મનાવે છે. સંપૂર્ણ ધર્મનું પાલન કરનાર આત્માને, આ સંસારમાં જ મોક્ષનો સાક્ષાત્કાર થાય છે એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે
"निर्जितमदमदनानां, मनोवाक्कायविकाररहितानाम् ।
વિનિવૃત્તપરાશાના-ખિદેવ મોક્ષ: સુવિદિતાનામ્ ૨ ” “મદ અને મદન ઉપર સંપૂર્ણ વિજય મેળવનારા, મન, વાણી અને કાયાના વિકારોથી રહિત તથા પરની આશાથી વિનિવૃત્ત થયેલા સુવિહિત આત્માઓને આ સંસારમાં જ મોક્ષ છે.” “મદ એટલે અહંકાર, મદન એટલે કામદેવ, વિકારો અને પરની આશા એ જ સંસાર છે અને એ સંસાર હોય ત્યાં દુઃખ અવશ્ય છે તથા એ સંસારનો જ્યાં અભાવ છે ત્યાં સુખ જ છે. આ વાતમાં, કોઈ પણ જેનશાસનના જ્ઞાતાનો મતભેદ છે જ નહિ. કર્મના યોગે, મુનિઓ સંસારી છે એ વાત નિર્વિવાદ છે પણ સાથે એ વાત પણ એટલી જ નિર્વિવાદ છે કે તેઓ કર્મની સામે થઈ કર્મબંધના કારણરૂપ પદાર્થોના સંસર્ગથી પર બનેલા છે. સંસારમાં રહેલા આત્માઓ, મુનિ તરીકે ત્યારે જ ઓળખાય છે કે જ્યારે તેઓ, સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ બાહ્ય સંસર્ગોનો હૃદયપૂર્વક ત્યાગ કરે છે. બાહત્યાગ, આંતરત્યાગનું કારણ છે :
હૃદયપૂર્વકનો ત્યાગ એ જ આ સંસારમાં સુખ છે અને એ ત્યાગ, આત્માને શાશ્વત સુખના ધામે પહોંચાડનાર છે. એવો અનુપમ ત્યાગ પામવા માટે, બાહ્ય સંસર્ગોનો ત્યાગ અતિ આવશ્યક છે : કારણ કે બાહ્યત્યાગ, આંતરત્યાગનું કારણ છે. બાહ્ય સંસર્ગોનો અભાવ પણ કોઈ કોઈ આત્માને લાભરૂપ થઈ જાય છે તો પછી બાહ્ય સંસર્ગોનો ત્યાગ કેમ લાભારૂપ ન થાય ? જો એવો ત્યાગ, લાભરૂપ ન હોત તો જ્ઞાનીઓ, પ્રાપ્ત વસ્તુઓના ત્યાગને જેમ ત્યાગ તરીકે ઓળખાવે છે, તેમ અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છાના ત્યાગને પણ ત્યાગ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org