________________
૨૦૪ - - - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -
- 10
ઓળખાવે છે તે ન ઓળખાવત. બાહ્ય સંસર્ગો અને એ સંસર્ગોની ઇચ્છા એ ઉભયનો ત્યાગ, આંતરત્યાગને આણવામાં પ્રબળ સાધન છે. જેઓ, આંતરત્યાગને ન ઇચ્છતા હોય તેઓ જ, બાહ્યત્યાગના વિરોધી હોઈ શકે. કાર્યના અર્થી, કારણથી બેદરકાર ન જ હોઈ શકે.
અભ્યાસદશામાં, બાહ્યત્યાગ પ્રથમ હોય છે અને આંતરત્યાગ, એ બાહ્યત્યાગના યોગે છે. “આંતરત્યાગના યોગે બાહ્યત્યાગ એ તો અભ્યાસદશાનો પરિપાક થયા પછી છે પણ શરૂથી નથી.” આ વાતને નહિ સમજનારાઓ, “બાહ્યત્યાગ, આંતરત્યાગનું કારણ છે.” આ વાતને ન સમજી શકે એ સહજ છે : બાકી આંતરત્યાગને પામવા ઇચ્છતા અને આંતરત્યાગના યોગે જ બાહ્યત્યાગ થઈ જાય એવી દશાને પામવા ઇચ્છતા આત્માઓએ, એ ત્યાગને અને એ દશાને પામવા માટે બાહ્યત્યાગનો ખૂબ જ અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસના યોગે જ, એક કાલમાં એ ત્યાગ અને એ દશા સારામાં સારી રીતે ખીલી ઊઠશે : અને એ ખીલી ઊઠ્યા પછી, સાધ્યની સિદ્ધિ જોતજોતામાં થઈ જાય તેમ છે : પણ શરૂઆતથી જ આંતરત્યાગની વાતો જ કરનારાઓ અને બાહ્ય ત્યાગની વાતથી પણ ભાગતા ફરનારાઓ, કોઈ પણ કાળે એ ત્યાગને કે એ દશાને પામી શકવાના નથી : જો આમ ન હોત તો દ્રવ્યસમ્યક્તનો આરોપ કરીને મિથ્યાદૃષ્ટિઓને વ્રતો પણ આપવામાં અને અભ્યાસરૂપ ચારિત્ર આપવાનાં વિધાનો શાસ્ત્રોમાં ન હોત. બાહાત્યાગ પણ કેળવવો જ પડશે !:
બહારના ખરાબ સંયોગથી બચી ગયેલા આત્માઓ, લાભ પામી શકે છે તો જેઓએ બહારના ખરાબ સંયોગો તજ્યા છે તેઓ, એ ત્યાગના લાભને કેમ જ ન પામી શકે ? ગમે તેવો હિંસક અને જંગલી સિંહ પણ પાંજરે પુરાય છે એટલે કેવો બની જાય છે ? જે સિંહની પાસે એક માણસ પણ ફરી શકતું નહોતું, તે જ સિંહને જોવા હજારો માણસ ભેગા થાય છે અને પેલો સિંહ ભલે અંદરથી ત્રાડ પાડે તો પણ શાંતિથી જુએ છે. જોનારાઓ પણ જ્યાં સુધી પાંજરાના સળિયા મજબૂત હોય ત્યાં સુધી જ જુએ અને સળિયો પોલો લાગે કે બધા ભાગે છે અને દોડાદોડ કરે છે, કારણ કે શાંતિથી જોઈ શકે છે એ પ્રતાપ પાંજરાનો છે. તે જ રીતે ગમે તેવા વિષયવાસનાની અભિલાષાવાળાને, વિષયવાસનાની સામગ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org