________________
૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર :
પાપથી કંપે તે શ્રદ્ધાળુ :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે : આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના આ બીજા સૂત્રના આશયને સ્પષ્ટ કરતાં, પ્રથમ નરકગતિના જીવોની દુઃખદ દશા વર્ણવ્યા બાદ તિર્યંચગતિ પૈકીના “પૃથ્વીકાય' આદિ એકેદ્રિય જીવોની દુઃખદ દશા આદિનું વર્ણન કરતાં પણ અનેક વાતો ફરમાવી છે. એ ઉપરથી સ્પષ્ટ છે કે
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય' આ પાંચ એકેંદ્રિય છે. વનસ્પતિકાયમાં બે પ્રકાર છે, એક પ્રત્યેક અને બીજો સાધારણ. જેમ મનુષ્યનું આ દેખાય છે તે શરીર છે, તેમ પૃથ્વીકાય જીવોનું, માટી પથ્થર વગેરે જે દેખાય છે તે શરીર છે : પાણી એ, અપ્લાય જીવોનું શરીર છે : અગ્નિ એ, અગ્નિકાય જીવોનું શરીર છે : વાયુ એ, વાયુકાય જીવોનું શરીર છે અને વનસ્પતિ એ, વનસ્પતિકાય જીવોનું શરીર છે. આ કારણથી સચિત્ત પૃથ્વી આદિને હાથમાં લઈએ એટલે એ જીવોને હાથમાં લીધા એમ કહેવાય. ચૈતન્યવંતી એ કાયા પર પ્રહાર કરનારા એના ઘાતક છે.
પૃથ્વીકાયની સાત લાખ યોનિ તથા બાર લાખ કુલકોટિ છે. આ જીવોને પોતાની કાયથી પણ પીડા થાય છે અને પરકાયથી પણ પીડા થાય છે. અપ્લાયની પણ સાત લાખ યોનિ તથા સાત લાખ કુલકોટિ છે. અગ્નિકાયની પણ સાત લાખ યોનિ અને ત્રણ લાખ કુલકોટિ છે. વાયુકાયની પણ સાત લાખ યોનિ અને સાત લાખ કુલકોટિ છે. વનસ્પતિમાં, એક શરીરમાં એક જીવ તે પ્રત્યેક વનસ્પતિકાય છે અને એક શરીરમાં અનંતા જીવ તે સાધારણ વનસ્પિતકાય છે. પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ યોનિ અને સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિ છે. એ બેયની કલાકોટિ અઠ્ઠાવીસ લાખ છે. પૃથ્વીકાયના જીવોને પણ, શીત, ઉષ્ણ આદિ અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે એ જ રીતે અષ્કાય, તેજસ્કાય અને વાયુકાયના જીવોને પણ શીત, ઉષ્ણ આદિ અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org