________________
૧૫૪ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -
--
1972
પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. વનસ્પતિકાયમાં ગયેલા જીવોને તો, અનંતકાળ સુધી પણ છેદન, ભેદન અને મોટન આદિથી ઉત્પન્ન થયેલી વેદનાઓ ભોગવવી પડે છે : કારણ કે અનંતકાયની કાયસ્થિતિ અનંતકાળ હોય છે. એકેંદ્રિય જીવોને જે વેદનાઓ ભોગવવી પડે છે તે કાંઈ સામાન્ય નથી. “આ વસ્તુને સમજનાર, પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિનો ઉપયોગ કરતી વખતે કેવો અને કેટલો કંપે ?” એ વાત ખાસ વિચારો. એ વિચારમાં જ એકેંદ્રિય જીવોને માનનારની કસોટી છે. પૃથ્વી આદિમાં જીવો છે અગર હોઈ શકે છે એમ કહેવા માત્રથી શ્રદ્ધા નથી આવી જતી. “પૃથ્વીકાય આદિ સજીવ છે' એમ હૃદયપૂર્વક માનનાર તેને કહી શકાય કે, એ જીવોનો નાશ થાય તેવી કરણી કરતાં જેનું હૃદય કંપે ! જો એમ ન હોય તો પછી પૃથ્વીકાય આદિના જીવોને માનનાર અને નહિ માનનારમાં અંતર શું? પાપ કરતાં કંપવું એ તો શ્રદ્ધાળુનું ભૂષણ છે. “આ જીવ છે અને મારાથી એવી હિંસા થાય છે એમ જાણવા છતાં પણ શ્રદ્ધાળુનું હૃદય કંપી ન ઊઠે એ બનવા જોગ નથી. વ્યવહારમાં કરવી પડતી સ્થાવર જીવોની હિંસા ગૃહસ્થો માટે નિષિદ્ધ નથી એ વાત ખરી છે ? પણ એથી, કાંઈ એ વિહિત છે અગર તો પુણ્યરૂપ છે અને એ કરવામાં પાપ નથી એમ તો નથી જ એ જ કારણે એ સ્થાવર જીવોની હિંસાથી પણ સાચી શ્રદ્ધાળુનું હદય અવશ્ય કંપે. ‘ભવિતવ્યતા ઉપર આધાર કોણ રાખે ?
ત્રસ જીવો” તો, પીડાથી ખસવા ધારે તો ખસી શકે છે : પણ “સ્થાવર જીવો” તો, “સ્થાવર નામકર્મના ઉદયથી ખસી પણ શકતા નથી. એ જીવો ઉપર અગ્નિ મૂકો તો પણ બિચારા બળે છે પણ ખસી શકતા નથી. એ જીવોને, કર્મોના ઉદયની આધીનતા કહી શકાય પણ આંખોવાળો અને ખસી શકે એવો તથા સમજદાર, ઇરાદાપૂર્વક અગ્નિમાં પડતું મૂકે અને કહે કે કર્મનો ઉદય છે તો એ ચાલે ? આપણે તો ચિંદ્રિયપણુ, તેમાં પણ સંજ્ઞીપણું અને એમાં પણ પ્રભુના શાસનને પામેલા છીએ. “સ્થાવર નામકર્મ'ના ઉદયવાળા જીવો, બળતામાંથી ન નીકળી શકે એ બનવા જોગ છે : પણ પ્રભુશાસનને પામેલા આપણે, બળતામાંથી નીકળવાનો પ્રયત્ન ન કરીએ તો કેવા કહેવાઈએ ? એ વિચારો. સ્થાવર જીવોમાં તો ઉદ્યમ કરવાનું સામર્થ્ય નથી એથી લાચાર છે પણ આપણે લાચારી કઈ રીતે બતાવી શકીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org