________________
1573
૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર 107
સભા : ઉદ્યમ વિના પણ સ્થાવર જીવો ઊંચા આવે છે ને ?
એ જીવો, ભવિતવ્યતાના યોગે ઊંચા આવે છે, એની ના નથી : પણ તેઓનો દાખલો આપણાથી ન લેવાય. આંધળાને મૂકવા આવનાર મળે છે, અજાણને રસ્તો બતાવનારા મળે છે, પણ દેખતા, જો માણસ માગે અને જાણકા૨, જો રસ્તો પૂછે તો એની સૌ મશ્કરી કરે. કર્મની પ્રબળ આધીનતાને લઈને સ્વયં ઉઘમ ન કરી શકે એવા એ જીવો, ભવિતવ્યતાના યોગે ઊંચા આવી શકે છે : પણ એથી સમ્યગ્દષ્ટિ આત્માઓ, ભવિતવ્યતા પર આધાર ન રાખી શકે. સમ્યગ્દષ્ટિ આત્મા તો, મોક્ષની સાધના માટે પાંચે કારણોમાં જે પુરુષાર્થ છે, તેને પ્રધાન માને.
૧૫૫
ઉચ્ચતા હોય તો જ ઊંચે ચડાય :
વ્યવહારમાં પણ, ‘કાયદાનો નહિ જાણકાર ગુનો કરે અને જાણકાર ગુનો કરે' એમાં અંતર અવશ્ય મનાય છે. જાણકાર, બચાવ કરે એ ન ચાલે. એકેંદ્રિય જીવો તો, ‘સ્થાવરનામ કર્મ'ના ઉદયને લીધે પીડાથી બચી શકતા નથી, બચવાની એમનામાં તાકાત નથી પણ આપણામાં તો એ સામર્થ્ય છે : એ જ કારણે સમ્યગ્દષ્ટિ આત્મા, અશુભ કર્મના ઉદયને આધીન ન થાય. એ આત્મા તો અશુભના ઉદય સમયે વિચારે કે ‘પાર આવ્યો, કારણ કે તિજોરીમાં નાણાં છે તે સમયે લેણદાર આવ્યો છે.' શ્રાવકપણાની તથા સાધુપણાની તિજોરી તર છે. અશુભ કર્મના ઉદયરૂપ લેણદારોનું એ આત્મા ધારે અને મનને મજબૂત બનાવે તો વ્યાજ સાથે દેવું ચૂકવી શકે એમ છે.
સાધુપણામાં, શ્રાવકપણામાં કે સમ્યગ્દષ્ટિપણામાં રહેલો આત્મા અશુભ કર્મના ઉદય સાથે પતાવટ કરી શકે છે : છતાં એ ન માને તો ‘ફાવે તેમ કરો’ એમ પણ એ કહી શકે છે. શ્રી સ્કંધક મુનિવરે, ચામડી ઉતારવા આવેલાઓને કહ્યું કે ‘તમને ફાવે તેવી રીતે હું ઊભો રહું.' સમ્યગ્દષ્ટિ આત્મા, ખોટી માંડવાળ ન કરે, શાસ્ત્રની બાબતમાં ખોટી માંડવાળ ન થાય. માંડવાળ તો જેનામાં પોલ હોય એ કરે. નક્કરની માંડવાળ ન હોય. કહ્યા મુજબ અમલ થાય તો સારુ અને ન થાય તો ખામી પણ એમાં કહેલી વસ્તુને ઊલટી તો ન જ કહેવી જોઈએ.
સમ્યગ્દષ્ટિ, ‘સર્વવિરતિ નથી લઈ શકતો માટે લાચાર છું' એમ કહે પણ ‘સર્વવિરતિની જરૂર જ શી છે ?' એમ તો ન જ કહે. પાંચમે કે છઠ્ઠ ગુણઠાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org