________________
૧૫૭ --
-
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -
-
1974
હોય એ “આવશ્યકની જરૂર શી છે ?' એમ ન જ કહે, ‘ત્રિકાળપૂજાની જરૂર શી?” એમ સમ્યગ્દષ્ટિથી ન જ કહેવાય. જે સમ્યગ્દષ્ટિ હોય તે આવું ન જ બોલે. છતાં કોઈ બોલે તો તેઓ આપોઆપ ઉદ્ઘોષણા કરે છે કે “અમે પહેલે ગુણઠાણે છીએ.' સમ્યક્તની કરણી વિના ચાલે એમ સમ્યગ્દષ્ટિથી ન જ કહેવાય. પાંચમે ગુણઠાણે રહેલાથી “વ્રતની તથા આવશ્યકાદિની જરૂર નથી.” એમ કહેવાય અને સર્વવિરતિથી દુનિયાની વૃત્તિ ન પોષાય. દરેકે પોતાનું સ્થાન સંભાળવું જોઈએ. જો એમ ન વર્તે તો એ બધા પહેલે ગુણઠાણે સમજવા. ઊંચે હોવાનો આડંબર કરવાથી ઊંચે નથી ચડાતું. ઉચ્ચતા હોય તો જ ઊંચે ચડાય છે. ઉચ્ચ દશા વિના ઊંચા ગણાવાની ભાવના ફળતી નથી. ઉચ્ચ બનવાની જોખમદારી જરૂર સમજવી જોઈએ. ભવનિર્વેદની જ વાત પહેલી કેમ કરી ?
જ્યાં સુધી સંસારનો પ્રેમ ઘટ્યો નથી ત્યાં સુધી ધર્મ ઉપર પ્રેમ થવાનો નથી. એક મહિના સુધી પ્રાર્થનાસૂત્ર જયવયરાયમાં રહેલ માગણીનું રહસ્ય અહીં સમજાવ્યું છે. એ માગણીમાં જ્ઞાનીએ સૌથી પહેલાં ભવનિર્વેદને રાખેલ છે. આજે વીસમી સદીની લડત જ એ છે કે એમને ભવનિર્વેદ જોઈતો નથી અને જ્ઞાની ભવનિર્વેદની વાત જ પહેલી લાવે છે. ધૂનનને બાજુ પર મૂકી પ્રાર્થનાસૂત્ર સમજાવવાનો હેતુ એ કે ભવનિર્વેદ થયા વિના દેવ, ગુરુ અને ધર્મ ઉપર સાચો સદ્ભાવ આવતો નથી. એક હૈયામાં પ્રતિપક્ષી બે ચીજો ન રહે. જે, નાકમાં વિષ્ટાની ગોળી બેય બાજુ રાખે તેને ગુલાબની સુગંધી શી રીતે આવે ? એવી દશામાં ગુલાબની સુગંધી ન આવે એ બગીચાનો દોષ નથી. ભવની વાસના એ વિષ્ટાની ગોળી જેવી છે. એ નીકળ્યા વિના શાસનરૂપ ગુલાબના બગીચાની સુવાસનો અનુભવ ન થાય. એ જ કારણે સૌથી પ્રથમ “ભવનિર્વેદ'ની માગણી કરવાની છે અને એ પછી બીજી વસ્તુની માગણી. “મનિબેરો'થી માંડીને ‘ામવમવું' સુધીની માગણીમાં સઘળું જ આવી જાય છે. શાસનની એક-એક વાતમાં સઘળું જ છે :
શ્રી જૈનશાસનમાં એવી એક પણ વાત નથી કે જે એકમાં સઘળું ન આવી જતું હોય. શ્રી નવકારમંત્રમાં, આખી દ્વાદશાંગી આવી જાય છે. એ જ કારણે એ ચૌદ પૂર્વનો સાર કહેવાય છે. એ મહામંત્રના એક પદમાં ચારે અનુયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org