________________
૧૫૭
૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર 107 દરેક સૂત્રના એક એક સૂત્રમાં ચારે અનુયોગ છે. શક્તિ ઓછી થતી જોઈ ભગવાન શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ અનુયોગો વિભિન્ન કર્યા. નહિ તો એક એક સૂત્રમાં ચારે અનુયોગ છે. ‘નમો અરિહંતાણં’ એ પદમાં ધર્મકથાનુયોગ છે, દ્રવ્યાનુયોગ છે, ચરણકરણાનુયોગ છે અને ગણિતાનુયોગ પણ છે. એક નવકા૨ના જાપમાં પણ જે આત્મા, લીન થાય તે કામ કાઢે, પણ લીનતા જ નથી ત્યાં શું થાય ? આ તો જાપ નીકળે ને જાય, નીકળે ને જાય પણ હૈયે ટકે તો કલ્યાણ થાય ને ? ‘નમો અરિહંતાણં’ પદમાંથી હમણાં ‘અરિહંતાણં' પદ પર વિચાર કરો, ‘નમો'ને બાજુ ૫૨ ૨ાખો, કેમ કે નમસ્કાર કરતી વખતની તૈયારી પહેલાં બધું જોવું જોઈશે : બાકી તો
1575
"इक्कोवि नमुक्कारो, जिणवर वसहस्स वद्धमाणस्स । સંસારસાગરાઓ, તાડ઼ નાં વ નારિ વા ।।"
“જિનવરોમાં વૃષભ સમાન શ્રી વર્ધમાનસ્વામીને કરેલો એક પણ નમસ્કાર નર અથવા નારીને સંસારસાગરથી તારે છે.”
એ સામર્થ્યયોગનો નમસ્કાર આવશે ત્યારે તો કામ થશે. પણ એ ન આવે ત્યાં સુધી શાસ્ત્રયોગ, અને છેવટે ઇચ્છાયોગમાં તો રહો. સામર્થ્યયોગે તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થશે.
અરિ એટલે શત્રુ, તેને હણે તે અરિહંત. આ શાસનમાં શત્રુ પણ જુદા, હણનાર પણ જુદા અને હણવાની ક્રિયા પણ જુદી. ત્રણે ચીજ જુદી છે. એ ત્રણે સમજાય અને આચરાય તો સિદ્ધિ થાય. શત્રુ કોણ ? કર્મ. એ કર્મનું સ્વરૂપ આવ્યું ત્યાં દ્રવ્યાનુયોગ આવ્યો. કર્મસ્વરૂપમાં પુણ્યકર્મ, પાપકર્મ, આશ્રવ, સંવર એ બધું આવે. હણવાની ક્રિયામાં પણ સર્વસ્વ છે કેમ કે હણવાનાં સાધન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્ર છે. રત્નત્રયીની ચિંતા એ પણ દ્રવ્યાનુયોગ છે, દ્રવ્યાનુયોગ આવ્યો ત્યાં ગણિતાનુયોગ તો બેઠેલો જ છે. દ્રવ્યચિંતામાં પુદ્ગલ દ્રવ્યનું ચિંત્વન છે. પુદૂગલ આખા લોકમાં છે, એ લોકમાં સાગર કેટલા ? દ્વીપ કેટલા ? આ વગેરેમાં ગણિતાનુયોગ છે. ક્રિયા છે ત્યાં ચરણકરણાનુયોગ તો છે જ અને એમાં કથાનુયોગ પણ છે. શ્રી અરિહંત દેવની કથામાં કેટલી કથા આવે ? શ્રી ઋષભદેવસ્વામીના તેર ભવ, શ્રી મહાવીરસ્વામીના સત્તાવીસ ભવ એમાંની એક વાત આખી બરાબર માંડીએ તો જિંદગી સુધી ચાલે. જિંદગી પૂરી થાય પણ વાત પૂરી ન થાય. એક એક કથામાં દુનિયાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org