________________
૧૫૮ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -
-
1578
તમામ દૃષ્ટાંતો વિચારાય. કેવળજ્ઞાની, પૂર્વધરો, સમર્થ જ્ઞાનીઓને બાજુ મૂકો કારણ કે એ તારકોની સમક્ષ તો આજનું જ્ઞાન નહિવત છે તો પણ આજે જો કોઈ શાસ્ત્રને સર્વસ્વ માનનાર, ધારે અને જૈનશાસનની એક કથા શાસ્ત્રરૂપ આલંબનને વળગીને કહે તો મારી જિંદગી સુધી કહે તો પણ ખૂટે નહિ અને રસ ઘટે નહિ પણ જ્ઞાનાવરણીય કર્મનો તેવો ક્ષયોપશમ હોય તો એ થાય.
શ્રી તીર્થંકરદેવનાં ચરિત્ર આલેખતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે હજારો શ્લોક લખ્યા છે અને શક્તિસંપન્ન લખવા હોય તેટલા લખે : પણ જિંદગી નાની એટલે લખે પણ કેટલું ? એક એક અનુયોગમાં ચાર અનુયોગ છે પણ આપણી તાકાત નહિ માટે આપણને કાઢવા શાસ્ત્ર ના કહી અને મહાપુરુષોએ, કહ્યું તેમ કહેવા કહ્યું. બાકી શ્રી જિનેશ્વરદેવના શાસનની એક એક વસ્તુમાં સઘળું છે : એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે –
નો અi ના સો સā ના !'
जो सव्वं जाणइ सो एगं जाणइ । જે એક જાણે તે સર્વ જાણે અને જે સર્વ જાણે તે એક જાણે. ભવનિર્વેદના અભાવનું પરિણામ :
અનંત જ્ઞાનીઓની રચના જ એવી છે કે આદિથી અંત સુધી ધ્યેય ન ફરે. આથી શાસ્ત્ર અને ધર્મોપદેશક છે કે જે કલાકો બોલે પણ સાવઘની પુષ્ટિ થાય એવું તેનાથી બોલી ન જવાય. ઇરાદાપૂર્વક પાપ લઈ જનારા, પાપ લઈ જાય એ વાત જુદી. ભાવને ન જાણે અને કડવા શબ્દો પકડે એને ન જિતાય. બાપ, દીકરાને કહે કે, “કપૂત ! આ કરી વાળ્યું?' એ સાંભળી દીકરો “આ શું કરી વાળ્યું' ન લે અને કપૂત” શબ્દ પકડીને લડે એની વાત જુદી છે. શિખામણમાંથી પણ ખોટું લે એને ન પહોંચાય.
દ્વાદશાંગી પામીને જેમ અનંતા તર્યા તેમ અનંતા ફૂખ્યા પણ છે, સંખ્યાબંધ તરે છે તેમ જ ડૂબે પણ છે અને અનંતા તરશે તેમ જ ડૂબશે. અભવી અને દુર્ભવીનો સ્વભાવ જ એ કે તરવાનાં સાધનને ડૂબવાનાં ભાળે. એનું ધ્યાન જ ત્યાં. જેની ભક્તિ કરવાની તેની પાસે નોકર જેવું કરાવવાની એની ભાવના. લોકોત્તર મિથ્યાત્વની શાસ્ત્ર સખત ઝાટકણી કાઢી છે એનું કારણ શું? એમાં ત્રણ લોકના નાથને સેવક બનાવવાની છુપી ભાવના છે. જેની ભક્તિના યોગે કર્મ ખપે, મુક્તિ મળે એની પાસે “કાંક આપ’ એમ માગવાની વાસના કેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org