________________
1m –– ૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર - 107 – ૧૫૯ હલકી છે એ વિચારો. ભવનિર્વેદ ગયો એટલે એણે ઘર ઘાલ્યું છે. ભવનિર્વેદ ગયો એટલે ધર્મનો પ્રેમ ગયો, માર્ગાનુસારિતા ગઈ, ઇષ્ટફળસિદ્ધિની સમજ ગઈ, લોકવિરુદ્ધ કોને કહેવાય એની પણ સમજ ગઈ. સુગુરુનો યોગ થાય નહિ, થાય તો વાંધા પડે કેમ કે ભવપાસનાનો કાંટો મોટો છે.
વ્યાધિ આવે કે બધું કડવું લાગે. મિથ્યાત્વ એ મહા વ્યાધિ છે. મોટો દુશ્મન એ છે. સાચી વસ્તુને સાચી તરીકે જાણવા ન દેવાનો મિથ્યાત્વનો સ્વભાવ છે. પ્રાર્થનાસૂત્રની માગણીઓનું રહસ્ય પહેલું સમજાવવાનો એ જ હેતુ હતો કે મૂળના વાંધા ટળે.
શાસ્ત્રકાર કહે છે કે રત્નત્રયી આપતાં પહેલાં અંદરની કવાસના કાઢવી જોઈએ. જેની વિષયલાલસા દૂર ન થાય, જેને વિષય વિષ જેવા ન લાગે, જેને સંસાર કારાગાર ન લાગે તેના હૈયામાં આ શાસ્ત્ર, આ ધર્મ પ્રવેશે ક્યાંથી? આથી જ ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિક્ય પહેલું અને અનુકંપા પછી. આસ્તિક્ય વિના સાચી અનુકંપા આવતી નથી. શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર પૂરી શ્રદ્ધા તે આસ્તિક્ય. એ જેનામાં ન હોય તે નાસ્તિક. છતાંયે જે, દંભથી આસ્તિકના વેષમાં રહે તે મહાનાસ્તિક. મતભેદ કે મતિનો વિપર્યાસ?
સભા : મતભેદ હોય તો ?
મતભેદ કોને કહેવો ? હજી મતભેદમાં તમે સમજતા નથી. નિહ્નવોએ પણ આગમ ઉપર પ્રહાર નથી કર્યા. નિહ્નવોના અનુયાયીઓએ પણ આગમ પર ઘા નથી કર્યા. “આગમને આઘાં મૂકો” એવું એમણે પણ નથી કહ્યું.
મતભેદ એટલે તો વિચારભેદ – અમુક વાત આમ કહેવાય છે પણ “મને આમ લાગે છે' એ મતભેદ પણ એની સામે બીજી વસ્તુ ધરવામાં આવે તો ‘તત્ત્વ તુ તત્ત્વવિદો વિનિ' – “તત્ત્વ તો તત્ત્વવેદીઓ જાણે.” એમ કહે પણ શાસ્ત્ર જ ન જોઈએ એમ ન કહે. એમ કહે તો એ ઊંધા જ કહેવાય. “આજે આ શાસ્ત્રની જરૂર નથી' એમ કહેવાય ત્યાં મતભેદ ક્યાં છે ? બાપની પ્રકૃતિ ઠંડી છે કે ઉગ્ર છે ત્યાં મતભેદ પણ બાપ જ ન જોઈએ એવું જ દીકરો કહે ત્યાં મતભેદ ક્યાં રહ્યો ? “ન મામાથી કહેણો મામો સારો' એ કહેવત છે પણ મામો જ ન જોઈએ એમ કહે ત્યાં મતભેદ શી રીતે કહેવાય ? “આ જમાનામાં આ શાસ્ત્ર ન ચાલે” એમ કહેવું એ મતભેદ નથી પણ માર્ગભેદ છે. જે આજે મતભેદ કહેવાય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org