________________
૧૬૦ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - -- -11
મતભેદ નથી પણ બુદ્ધિનો વિપર્યા છે. મતભેદને સમજનારા માલિકની સામે ચેડાં ન જ કાઢે. બે આડતિયા હિસાબ કરે તે રાતની રાત જાગે, લડે વઢે, બાહ્યો ચડાવે, ત્યાં જ સૂએ, ફરી જાગે, તારો મુનીમ ભૂલ્યો હશે એમ કહે પણ એકબીજાના ચોપડાને ખોટા ન કહે. કાગળ, પત્ર, પહોંચ, વાઉચર ફાઈલમાંથી કાઢે, મેળવે પણ ચોપડાને ખોટો ન કહે. એ જ રીતે અહીં પણ તત્ત્વના નિશ્ચય માટે એક એક આગમ આદિ શાસ્ત્રોના વચનને વિચારાય પણ મતિકલ્પનાથી ઉપજાવી કાઢેલી વાતને સિદ્ધ કરવા આગમાદિ શાસ્ત્રને ખોટાં ન જ કહેવાય.
એથી જ હું કહું છું કે “આ જમાનામાં પુરાણાં આગમ આદિ નહિ ચાલે તથા મૂર્તિ અને મંદિર ન જોઈએ” એમ કહે ત્યાં મતભેદ નથી પણ મતિનો વિપર્યાસ છે. “મંદિરમાં પૈસા શું કામ ખર્ચવા જોઈએ ?' એમ કહે એમાં મતભેદ નથી પણ મતિનો વિપર્યાય છે. કરોડો રૂપિયાનાં દ્રવ્યોથી પણ પૂજા થાય અને શક્તિ ન હોય તો એકલા ચંદનથી પણ થાય' પણ “ચંદન છે પછી કેસર શું કરવું?' એમ ન જ કહેવાય. “કેસર લાવવાની તાકાત નથી” એમ કહે એ વાત જુદી પણ વાપરવું એ વાત તો કબૂલ રાખેને ! પૂર્વે ગોશીષચંદન મળતાં હતાં, આજે નથી મળતાં એ વાત જુદી. શ્રી કુમારપાળ મહારાજા, રોજ એક ઋતુના ફૂલથી અંગરચના કરતા પણ છ ઋતુના ફૂલથી અંગરચના કરવાની ભાવના થઈ અને એ ભાવનાના યોગે એ વસ્તુ પ્રાપ્ત પણ કરી ત્યારે આજ તો કહે છે કે “આમ તિલક કરવા માટે આટલું બધું શું કામ ? એક ચંદન જ બસ.” હું કહું છું કે પેટ ભરવા માટે રોટલી જોઈએ પણ ઘી, શાક, એ બધું શા માટે ? ખાડો પૂરવો છે ત્યાં આ બધા સ્વાદ શા માટે ? જ્યારે નાશવંતી અને તુચ્છ વસ્તુઓ માટે આટલી બધી સામગ્રી જોઈએ ત્યારે આત્મલક્ષ્મીને પ્રગટ કરવા માટે, અનુપમ સાધનરૂપ વસ્તુઓ માટે સઘળી ઉત્તમ સામગ્રી જ જોઈએ એમાં વળી ઘોંઘાટ શાનો ? એ ઘોંઘાટ મતભેદ નથી સૂચવતો પણ મતિનો વિપર્યાસ જ સૂચવે છે. બાકી જો શુદ્ધ બુદ્ધિથી વિચારવામાં આવે તો વિના પરિશ્રમે સમજી શકાય તેમ છે કે આ તારક વસ્તુઓ, મંદિર વગેરે આબાલગોપાલ આકર્ષાય તેવી જોઈએ.
આબુ ઉપર મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ તથા વિમળશાએ મંદિર બંધાવવામાં અઢળક ધન ખચ્યું છે. આજે જૈન ધર્મની જાહેરાત, વગર જાહેરાત જગતમાં એનાથી થઈ રહી છે. શ્રી જિનેશ્વરદેવનાં મંદિરો, સંસારસાગરને તરવાનાં અનુપમ જહાજો છે. ઉપાશ્રયો પણ આત્મહિત સાધવાનાં સ્થાન છે. એમાં કી, વી ન જોઈએ. એ સ્થાનોમાં તો અનેક પ્રકારની ભક્તિ અને નવકાર આદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org