________________
179
- ૧૩: આત્મકલ્યાણનો માર્ગ – આગમનો આદર - 107 – ૧૬૧
જાપ જોઈએ. સંસારની સાધના માટે “કને કંઈ નહિ ક’ એ અહીં ન હોય. દુનિયાના ચોપડા અહીં ન ખોલાય. ક્રિયામાં થતી વિચારણામાં વિચારભેદ એ મતભેદ; પણ “જરૂર જ શી છે ?' એમ કહેવાય ત્યાં મતભેદ નથી પણ મહિનો વિપર્યાય છે એમ જ કહેવું પડે. સાધ્યની સિદ્ધિનો આધાર જિનાજ્ઞા :
કલ્યાણના અર્થીઓએ, એ વાત પ્રથમ વિચારવી જોઈએ કે “સાધ્યની સિદ્ધિનો આધાર શાના ઉપર છે ?' વિચાર કરતાં બરાબર સમજાશે કે સાધ્યની સિદ્ધિનો આધાર સાધનની શુદ્ધતા ઉપર જ છે. “સાધનની શુદ્ધિ વિના સર્વશ્રેષ્ઠ સાધ્યની સિદ્ધિ અશકય જ છે.' આ વાતને સમજદાર, “સાધ્ય મક્કમ રાખીએ તો સાધન માટે આ ઘોંઘાટ શો ?' આ પ્રમાણે કદી જ ન બોલી શકે. “કોઈ, પડિક્કમણું કરે તો પણ ઠીક અને ન કરે તો પણ ઠીક : સામાયિક કરે તો પણ ઠીક અને ન કરે તો પણ ઠીક રાતે ખાય તોયે શું? અને ન ખાય તોયે શું?” આવું બોલનારા, “સાધ્યની સાધનામાં સમજતા જ નથી.” એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી. - સાધ્યની સિદ્ધિનો અર્થી, સાધનની કાળજીવાળો અને વિપરીત વસ્તુથી સાવચેત ન હોય એ બને જ નહિ. “સાતમે માળ ચડવું હોય તો નિસરણી અગર ચડવાનું કોઈ પણ સાધન તો જોઈએ જ.” એમાં કોઈ જ ડાહ્યો માણસ વિરોધ ન કરે. દાદર હોય તો ઠીક પણ વાંસની નિસરણી હોય તો હલાવે, જરા હાલતી લાગે તો ચાર આદમી પાસે પકડાવે અને તે પછી ચડે. “જેટલો મહેલ ઊંચો એટલી નિસરણી મજબૂત જોઈએ” એમ સૌ માને. “પેઢી દ્વારા આવક છે પછી આબરૂની શી જરૂર ?' એમ કહેનારો ભાગ્યે જ કોઈ હોય.
જે સ્થાનમાં કમાણીનું સાધ્ય હોય ત્યાં ચોપાટ કે ગંજીપા ખેલાય જ કેમ ? આવક સામે જુઓ પણ પ્રતિષ્ઠા સામે ન જુઓ” આવું કહેનારા મૂર્ખ જ ગણાય છે. આથી સમજો કે “સાધ્ય ઊંચું તો સાધન પણ મજબૂત જ જોઈએ.' મુક્તિની અભિલાષાવાળાએ, પ્રભુએ કહેલાં સાધનને સ્વીકારવાં જ પડે. સાધનને અંગે વિચાર બધા થાય પણ સાધન સ્વીકાર્યા વિના ન જ ચાલે. “દેવ વિતરાગ, ગુરુ નિગ્રંથ અને રત્નત્રયી તથા તેનાં જિનમૂર્તિ આદિ ધર્મનાં સાધનો મુક્તિદાયક આ બધું કબૂલ કર્યા પછી જ બધી ચર્ચા થાય.
દુધાળાં ઢોરોને ખીલા વગર ન ચાલે. માલિકનું ઢોર આખો દિવસ ગમે ત્યાં રખડે પણ સાંજે વગર બોલાવે ખીલે આવે. માલિક વિનાનાં ઢોર હરાયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org