________________
૧૦૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ –
– 180
કહેવાય છે અને પ્રાયઃ એ દૂધ વગરનાં જ હોય, એનામાં કશી આવડત પણ ન હોય અને મારકણાં પણ હોય. એ ઢોરને તો માલિક પણ વહેતાં જ મૂકે. એ ચાલ્યાં જાય તો માલિક ન ગભરાય. દુધાળાં ઢોરોમાં પણ જેવું ઢોર તેવો ખીલો એ વાત ખરી. સારાં ઢોરને નાનો ખીલો, ઉધમતિયાંને મોટો ખીલો, વધારે ઉધમતિયાને ગળે લાંગર નાંખે, એથી વધારે ઉધમતિયો હોય તો બે પગે દોરડું બાંધે પણ એ બધું જ ખીલે બંધાવા આવે તેને; પણ ખીલે જન આવે તેનું શું થાય ? એ જ કે રખડી રખડીને મરવાનું. આ જ રીતે આરાધક આત્માઓ, અનંત જ્ઞાનીઓની આજ્ઞારૂપ ખીલે બંધાયેલા જ હોય. આરાધક આત્માઓનો વસ્તુમાં ભેદ ન હોય. વસ્તુની વિચારણામાં મતભેદ, ચર્ચા, ટીકા-ટિપ્પણ બધું હોય પણ વસ્તુમાં ભેદ ન હોય. વસ્તુમાં જ ભિન્નતા ધરાવનારા, સાધ્યની સાધના નથી કરી શકતા. આ રીતે તમે બોલતા થાઓ. નહિ બોલો તો આ વસ્તુની રક્ષા કરવી ભારે થઈ પડશે. જે વસ્તુ કીમતી, એના રક્ષક પણ જબરા જોઈએ. સામો કંઈ કહે અને તમે કહો કે શી ગમ પડે !' એ ન ચાલે. બારીકી તમે ન જાણો પણ વસ્તુમાં તો મક્કમતા જોઈએ જ. ધર્મસ્થાનો ઝાકઝમાલ શા માટે?
આ વાત સાધ્યની સિદ્ધિ કરવામાં જ રસિયા હોય અને સંસારના રસિયા ન હોય એને સમજતાં સહજ પણ વાર લાગે તેમ નથી. સમજુને સમજવું સહેલું છે. “મંદિર શું કામ જોઈએ ?' એનો જવાબ તો મોક્ષરસિક શ્રાવકનો નાનો દીકરો પણ આપે. જેના દ્વારા આત્માની અનંત ઋદ્ધિ કેળવવાની એ ન જોઈએ એમ બોલાય જ કેમ ? ભગવાન વીતરાગ છતાં ત્રણ ત્રણ કિલ્લામાં ભગવાનને દેવતા શું કામ બેસાડે ? એ દેવતા કંઈ ગાંડા હતા ? નહિ જ, તો પછી એનો હેતુ વિચારો. દુકાનમાં માલ ગોઠવી દ્યો, ઘરાક આવશે, તેમાં વળી પાટિયાં વગેરે શું કામ ચીતરાવો છો ! તમે જાણો છો કે ભભકો કર્યા વગર એક પણ ગ્રાહક નહિ આવે. રા. રા. શ્રી પાંચ, અને બધા ઇલ્કાબ લખો છો. ફેરિયાને પણ બોલતાં આવડે તો એનો માલ ખપે છે તો પછી ભવાભિનંદી આત્માઓને આત્માનંદી બનાવવા શું શું ન જોઈએ ? “શ્રી જિન મંદિર' વગેરે સ્થાનો બોલતાં જોઈએ એટલે કે એ રસ્તેથી જે જાય તેને આકર્ષે એવાં ભવ્ય જોઈએ. જનારને પેસવાનું મન થયા વિના ન રહે એવાં જોઈએ. સહેજે એ પૂછે કે કોનું દેરાસર છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org