________________
૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર
કહેવામાં આવે કે ભગવાનનું. પૂછે કે કયા ભગવાનનું ? તરત એને પણ ભક્તિ ય. કુબેરદત્તની લક્ષ્મી જોવા શ્રી કુમારપાળ મહારાજ ગયા ત્યાં સ્ફટિકનું મંદિર જોતાં લક્ષ્મી મૂકીને પહેલું એ જોવાનું મન થયું. ‘મેં નથી બાંધ્યું તેવું આણે ગાંધ્યું છે’ એમ થયું. મંદિર એવું ભવ્ય અને સ્વચ્છ હતું, મૂર્તિ રત્નની હતી. એ રાજાને પણ એમ થયું કે મારા ગામમાં આવા પણ ધર્માત્મા વસે છે. વીતરાગ વની ભક્તિ ઇંદ્રાદિ દેવો કેટલી કરતા ? ત્રણ ગઢ, એમાં વેદિકા, એમાં સિંહાસન અને પાદપીઠ વગેરે કેવું ? એવું કે એ સમવસરણ જોવા કંઈક આકર્ષાઈને આવતા, ધાતકી પણ આવતા અને આવેલા એ હિંસકો પણ પરમ અહિંસક બનીને જતા.
Jain Education International
107
ભગવાનનો સૂર તો મીઠો છે જ, છતાં દેવતા તેમાં ભક્તિથી સૂર પૂરે. ભગવાન ચાલે ત્યારે પગલે પગલે દેવતા આગળ કમળ ધરે. છત્ર ચામર સિંહાસન સાથે જ રાખે. ભગવાનના અતિશય ચોત્રીસ છે એમાં કેટલાક સાહજિક, કેટલાક કર્મક્ષયથી અને કેટલાક દેવકૃત. દેવકૃત પણ છે તો પ્રભુના ગુણને લઈને માટે કહેવાય તો પ્રભુના જ. એ દેવો પ્રભુ વીતરાગની ભક્તિ શું પ્રભુ ખાતર કરતા હતા ? નહિ જ, કિંતુ પોતાના આત્મકલ્યાણ ખાતર કરતા હતા. આ જ રીતે શ્રાવકોએ પણ યથાશક્તિ ભક્તિ કરવી જ જોઈએ. કોઈ પૂછે કે મંદિર આવાં કેમ ? તો કહેવું જોઈએ કે જે કાળમાં શ્રી વીતરાગમાર્ગની છાયા વિસ્તૃત હતી, લોકો સહેજે સહેજે દોડીને આવતા, તે વખતમાં પણ એવાં રમ્ય મંદિર હતાં કે જે આકર્ષણ કરે; તો જે કાળમાં લોકોને ધર્મની પડી નથી, ધર્મની લગની નથી, તે કાળમાં તો મંદિર એવાં દિવ્ય બનાવવાં જોઈએ કે અનિચ્છાએ પણ લોકો જોવા પ્રવેશે. પ્રવેશ્યા પછી તો ત્યાંનું વાતાવરણ જ એવું છે કે છાયા પાડે, એને એમ થાય કે ચોવીસ કલાકમાં પા અરધો કલાક શાંતિ લેવી હોય તો શ્રી જિનમંદિરમાં જ જવું. મંદિરમાં શું બોલાતું હોય ? ‘નમો ખિળાળ,' ‘પ્રશમરસનિમŕ' ‘હું પાપી; મને તારો’, ‘સંભવ જિનવર વિનંતિ અવધારો...’ આવા અવાજ હોય. નાનાં છોકરાં પણ કંઈ ન આવડે તો ‘જે જે' કહે, ત્યાં પૈસાટકા વિષય કષાયના ઘોંઘાટ જ નહિ. જેઓને ખરાબ અને અહિતકર ઘોંઘાટ ગમે અને આવા સુંદર અને હિતકર શબ્દો સાંભળવા ન ગમે તેવાઓના દુર્ભાગ્ય માટે કહેવું પણ શું ?
For Private & Personal Use Only
- ૧૯૩
www.jainelibrary.org