________________
૧૬૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ---- 1
ચેતો, નહિ તો દુર્દશા નિશ્ચિત છે
સમજુ આત્માઓને ચેતવવા માટેનો જ આ પ્રયત્ન છે. દુર્ભાગ્યના યોગે પૃથ્વીકાયાદિમાં પડેલા અને પડતા જીવો અનંત અગર અસંખ્ય કાળ સુધી તાડન, તર્જન, છેદન અને ભેદન આદિ પડા વેદે છે, માટે ચેતવે છે કે પ્રમાદી બની આ ગતિમાં જવાની દિશાએ ન જાઓ. ઘી વિના રોટલી નહિ ખાઈ શકનારા, ગાડી વગર બહાર નહિ જઈ શકનારા, બૂટ વગર નહિ ચાલી શકનારા, છત્રી વગર તડકે નહિ જઈ શકનારા, પાણી ગરમ લાગે તો બરફ નાખ્યા વિના નહિ પી શકનારા, ભક્યાભશ્યના વિવેક વગર ઉનાળામાં આઇસ્ક્રીમ આદિ ઉડાવનારા અને પાછા એમાં આનંદ માનનારાઓને ટીકાકાર મહર્ષિ ધ્યાનથી ચેતવે છે કે બહુ પ્રમત્ત અને બહુ પુદ્ગલાનંદી ન બનો. એમ બનવાથી જો વનસ્પતિ આદિમાં ગબડી ગયા તો કપાશો, છેદાશો અને સપાટાબંધ છમ્ છમ્ શકાશો. શ્રી જિનેશ્વરદેવ જેવા દયાળુ અને એ પરમતારકના ત્યાગમાર્ગે વિહરી રહેલા પરમર્ષિઓ જેવા દયાળુ કોઈ નહિ મળે. એ તારકોની શિક્ષા માનો અને પુદ્ગલની મૂર્છાથી બચો. દેવતા વગેરે પણ વિમાનાદિમાં મૂચ્છ કરે છે તો ત્યાં જ એકેંદ્રિય થાય છે. મંદિર આદિ મમતાને ઉતારવાનાં સ્થાનો છે માટે મંદિર તથા ઉપાશ્રય જેવાં તારક સ્થાનો ઉપર કરડી નજર ન કરો. એના કરતાં બંગલા ઉપર કરડી નજર કરતાં શીખો કે જેથી કલ્યાણ થાય. પરિપૂર્ણ પાપોદયે જ ભક્તિનાં સ્થાન પર કુનજર થાય છે.
વ્યવહારમાં પણ કહે છે કે કન્યાનું ધન લેવા મરજી થાય એ તદ્દન નપાવટ એ રીતે અહીં પણ ત્રણ લોકના નાથને સમર્પાયેલી અને ભક્તિ માટે નિર્માયેલી વસ્તુ પોતા માટે લેવાનું મન થાય ત્યાં શું સમજવું? પાપોદયે ન મળતું હોય અને અજ્ઞાન હોય એને એમ થાય એ વાત જુદી પણ વિદ્વાન ગણાતા માણસોની આવી દૃષ્ટિ કેમ થાય ? જ્યાં દેવાનું, તજવાનું ત્યાં લૂંટ પાડવાની ભાવના એ કેવી દશા ? આ નાશક દશાથી બચો ! નહિ તો દુર્દશા નિશ્ચિત છે. હજુ પણ આ પરમોપકારી પરમર્ષિ, કર્મવિપાકની ભયજનક કટુતર કથા કરતાં શું ફરમાવે છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org